જામનગર જિલ્લા ભાજપ ‘સેવા પખવાડીયા’ અંતર્ગત માન. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિન ઉજવશે.

જિલ્લા ભાજપ અધ્યક્ષ રમેશભાઈ મુંગરાના માર્ગદર્શન હેઠળ જામનગર જિલ્લા ભાજપ ‘સેવા પખવાડીયા’ અંતર્ગત માન. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિન ઉજવશે.
ગુજરાતના પનોતા પુત્ર અને દેશના માન. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતે વિશ્વમાં અનેરૂં સ્થાન અપાવ્યું છે ત્યારે તેઓશ્રીના ૭૨ મા જન્મદિને સમગ્ર દેશમાં સેવા પખવાડીયા અંતર્ગત વિવિધ અનેક સેવાકાર્યો થનાર છે. જામનગર જિલ્લા ભાજપ પરિવાર દ્વારા પણ આ સેવા પખવાડીયાના અનેક કાર્યક્રમો ઉત્સાહભેર યોજાનાર છે. જિલ્લા ભાજપ પ્રમુખશ્રી રમેશભાઈ મુંગરાના માર્ગદર્શન હેઠળ જિલ્લા હોદેદારો, ચૂંટાયેલા સભ્યો, મોરચા તથા સેલના પદાધિકારીઓ અનેરા ઉત્સાહ સાથે માન. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિન ઉજવવા ઉત્સુક છે. સેવા પખવાડીયાના તમામ કાર્યક્રમોના આયોજન માટે એક જિલ્લા કક્ષાની બેઠકનું આયોજન પણ જિલ્લા અધ્યક્ષ રમેશભાઈ મુંગરાના અધ્યક્ષસ્થાને કરવામાં આવેલ. જેમાં દરેક મોરચા – મંડલ – સેલના કાર્યકરોએ આગામી કાર્યક્રમોની માહિતી આપેલ જેને અગ્રણીઓએ જરૂરી સુચન કરી બીરદાવેલ.
સેવા પખવાડીયા અંતર્ગત તા. ૧૭ તેમજ ૧૮ ના રોજ જિલ્લાના સાંસદ શ્રી પૂનમબેન માડમ, સ્વ. હેમતભાઈ રામભાઈ માડમ મેમોરીયલ ટ્રસ્ટ તથા શીવાની ફાઉન્ડેશનના સહયોગથી મેગા સર્વરોગ નિદાન કેમ્પ તેમજ તા. ૧૭ ના રોજ રકતદાન શિબિર હરીયા કોલેજ ખાતે યોજાનાર છે. જેમાં અનેક નામાંકીત ડોકટરશ્રીઓ સેવા આપશે.
જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા જામનગર ખાતે ઓમ ટ્રેનીંગ સેન્ટરમાં દિવ્યાંગ બાળકો માટે બપોરે ભોજન તેમજ દરેક મંડલોમાં સેવા વસ્તીમાં બાળકોને સુકો નાસ્તો તેમજ હોસ્પીટલોમાં ફ્રુટ વિતરણ યોજાશે.
તા. ૧૭ ના રોજ લાલપુર ખાતે ભાજપ કાર્યાલયે, જામજોધપુર ભાજપ કાર્યાલય ખાતે તેમજ કાલાવડ તાલુકાના નાના વડાળા ગામે યુવા મોરચાના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પ આયોજિત થયેલ છે. તા. ૧૮ ના રોજ મોટા વડાળા ગામે બાળરોગ નિદાન કેમ્પ સહિત જામજોધપુર તાલુકા અને શહેર ભાજપ દ્વારા સંયુકત રીતે વિનય વિદ્યામંદિર જામજોધપુર ખાતે સર્વરોગ નિદાન કેમ્પ આયોજિત થયેલ છે.
તા. ૨૦ ના રોજ જિલ્લા ભાજપ કાર્યાલય ‘અટલ ભવન ખાતે જિલ્લાના અગ્રણીઓની ઉપસ્થિતિમાં નમો કિશાન પંચાયત’ નો શુભારંભ કરવામાં આવશે અને વિધાનસભાવાઈઝ તમામ શક્તિકેન્દ્રોમાં ‘નમો કિશાન પંચાયતનું આયોજન કરવામાં આવેલ છે.
તા. ૨૧ ના રોજ મહિલા મોરચાના સહયોગથી તમામ મંડલ સ્તરે હિમોગ્લોબીન ચેકઅપ કેમ્પ યોજાનાર છે.
તા. ૨૫ ના રોજ સતવારા સમાજ વાડી, ધ્રોલ ખાતે ધ્રોલ તાલુકો, ધ્રોલ શહેર તથા જોડીયા તાલુકા ભાજપના સંયુકત ઉપક્રમે સર્વરોગ નિદાન કેમ્પ તથા બ્લડ ડોનેશન કેમ્પ આયોજિત કરવામાં આવેલ છે. વિશેષમાં ૨૫ સપ્ટેમ્બરના રોજ પં. દિનદયાલ ઉપાધ્યાયજીની પૂણ્યતિથિ દિને દરેક બુથ પર તેઓને શ્રધ્ધાંજલીનો કાર્યક્રમ યોજાનાર છે. આ દિવસે પ્રદેશ ભાજપ દ્વારા આયોજિત નારી શકિત વંદના સંમેલનમાં જામનગર જિલ્લા ભાજપ મહિલા મોરચાના અનુ. જાતી બહેનો ગાંધીનગર ખાતે ભાગ લેવા જશે.
તા. ૨ ઓકટોબર, ગાંધી જયંતિ નિમિતે સમૂહ ખાદી ખરીદી, સફાઈ અભિયાન તેમજ ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલી સહિતના કાર્યક્રમ યોજાનાર છે. તમામ પ્રકારના મેડીકલ કેમ્પના સહયોગી તરીકે જિલ્લા ભાજપ ડોક્ટર સેલના નિષ્ણાત
ડોકટરશ્રીઓ સેવા આપશે.
જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી રમેશભાઈ મુંગરા તથા જિલ્લા ના તમામ અગ્રણીઓએ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિન નિમિતે આવા સેવાકીય કાર્યો બદલ દરેક કાર્યકરોને અભિનંદન આપી, પક્ષના કાર્યકરો, શુભેચ્છકો, ગ્રામ્ય લોકો સહભાગી બને તેમજ સોશ્યલ મીડીયા દ્વારા પણ પ્રચાર-પ્રસાર થાય તેમજ લોકો વિવિધ સેવાકાર્યોનો લાભ લે તે માટે આહવાહન કરેલ છે તેમ જિલ્લા ભાજપ મીડીયા સેલના કન્વીનર નરેન્દ્રસિંહ પરમારની યાદીમાં જણાવાયું છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756