કમલમ ફળ (ડ્રેગનકુટ)ના વાવેતરમાં સહાય મેળવવા તા.૧૫ ઓકટોબર સુધીમાં અરજી કરવી

કમલમ ફળ (ડ્રેગનકુટ)ના વાવેતરમાં સહાય મેળવવા તા.૧૫ ઓકટોબર સુધીમાં અરજી કરવી
Spread the love

કમલમ ફળ (ડ્રેગનકુટ)ના વાવેતરમાં સહાય મેળવવા
તા.૧૫ ઓકટોબર સુધીમાં અરજી કરવી

અમરેલી :  રાજ્ય સરકાર દ્વારા વિવિધ સહાય યોજનાઓ અમલી છે. બાગાયત ખાતા દ્વારા યોજનાકીય સહાય આપવામાં આવે છે તેનો લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી કરવાની રહે છે. અમરેલી જિલ્લામાં બાગાયત ખાતા દ્વારા નવી યોજના કમલમ ફળ (ડ્રેગનકુટ)ના વાવેતરમાં
વર્ષ ૨૦૨૨-૨૩ માટે સહાય આપવામાં આવે છે. આ સહાયનો લાભ મેળવવા ઇચ્છુકોએ તા.૧૫ ઓકટોબર-૨૦૨૨ સુધીમાં અરજી કરવી. ખેડુતોએ આઇ – ખેડૂત પોર્ટલ મારફતે ઓન લાઇન અરજી કરવાની રહે છે. અરજી કરવા માટે http://ikhedut.gujarat.gov.in વેબ સાઇટનો ઉપયોગ કરવાનો રહેશે. અરજી કરતી વખતે ખેડુત ખાતેદારે ૭ , ૧૨ , ૮ – અ , બચત બેંક ખાતા , આધાર કાર્ડ તથા મોબાઇલ નંબરની વિગતો વગેરે પુરાવા સાથે રાખવા જરૂરી છે. ત્યારબાદ તે અરજીના સાધનિક પુરાવાઓ સાથે નાયબ બાગાયત નિયામકશ્રી, બાગાયત કચેરી, બાગાયત ભવન, સરદાર ચોક, ચક્કરગઢ રોડ, અમરેલીને મોકલી આપવી. વધુ માહિતી માટે (૦૨૭૯૨)૨૨૩૮૪૪ પર સંપર્ક કરવો, તેમ નાયબ બાગાયત નિયામકશ્રીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

LOKARPAN-@-Official-✍🏻-20220920_151816.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!