અમદાવાદ : વિશ્વ ઉમિયા ધામ દ્વારા નિકોલ ખાતે રક્ત દાન કેમ્પ નું કરાયું આયોજન.

*વિશ્વઉમિયાધામ નિકોલ ટીમ દ્વારા ઐતિહાસિક 678 બોટલ રક્તદાન કરાયું*
અમદાવાદના નિકોલ ખાતે મહારક્તદાન કેમ્પનું આયોજન
મારૂ રક્ત દાન બીજાને જીવન દાનના સંકલ્પ સાથે અને સામાજિક દાયિત્વ અંતર્ગત વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન – નિકોલ, અમદાવાદ ટીમ દ્વારા તા. ૧૮-૦૯-૨૦૨૨, રવિવારના રોજ મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ૬૭૮ બોટલનું રક્તદાન દાતાશ્રીઓ તરફથી એકઠું કરી વાઈટ ક્રોસ બેન્કને સુપ્રત કરી સંસ્થાએ પ્રવર્તમાન સંજોગોમાં રક્તની જરૂરિયાતને અગ્રિમતા આપીને ઉમદા કામગીરી કરેલ છે. સદર રક્તદાન કેમ્પમાં રકત આપનાર દાતાશ્રીઓને વેદ ગ્રુપ – નિકોલ, અમદાવાદે ચાંદીની મુદ્રા, શિલ્ડ તેમજ સંસ્થાના સર્ટિફિકેટ દ્વારા સન્માનિત કરી અન્ય માટે પ્રેરણારૂપ પ્રશંસનીય કાર્ય કરેલ છે. રક્તદાન એ મહાદાન છે, તેના તમામ દાતાશ્રીઓ તેમજ તેમના પરિવાર પર જગત જનની મા ઉમિયાના આશિર્વાદ સદૈવ બની રહે અને તેમની પ્રગતિ દિન – પ્રતિદિન થતી રહે તેવી પ્રાર્થના. આ પ્રસંગે વિશ્વઉમિયાધામના પ્રણેતા અને પ્રમુખ શ્રી આર.પી. પટેલ સાહેબે જણાવ્યું કે રક્તદાનએ આપણી સામાજિક જવાબદારી છે અને આ રક્તદાનથી અન્યોને જીવનદાન મળશે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756