બાગાયતદાર ખેડૂતોએ કોમ્પ્રીહેન્સિવ હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ યોજનાનો લાભ લેવા આઇ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવી
બાગાયતદાર ખેડૂતોએ કોમ્પ્રીહેન્સિવ હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ યોજનાનો લાભ લેવા આઇ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવી
આઇ-ખેડૂત પોર્ટલ પર તા. ૩૧ ડિસેમ્બર,૨૦૨૨ સુધી ખેડૂતો અરજી કરી શકશે
અમરેલી : બાગાયત ખાતા દ્વારા ચાલતી વિવિધ સહાયલક્ષી યોજનાઓ કોમ્પ્રીહેન્સિવ હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૨-૨૩નો લાભ પ્રાપ્ત કરવા માટે બાગાયત ખેડૂતોએ આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ કાર્યક્રમ હેઠળ ખેડૂતો ઓછામાં ઓછી ૨ હેક્ટર અને વધુમાં વધુ ૪ હેકટર તથા ખેતી લાયક જમીન ધારણ કરેલ રજીસ્ટર્ડ ટ્રસ્ટ, FPO, FPC, સહકારી મંડળી સભાસદો ઓછામાં ઓછી ૨ હેક્ટર અને વધુમાં વધુ ૫૦ હેકટરની મર્યાદામાં બહુ વર્ષાયુ ફળઝાડ માટે સહાય આપવામાં આવશે. ખેડૂતોએ ૭/૧૨,૮-અ, જાતિના દાખલાની નકલ, આધારકાર્ડ નકલ સહિતના સાધનિક કાગળો અરજી સાથે નાયબ બાગાયત નિયામકશ્રી, બાગાયત કચેરી, બાગાયત ભવન, ચક્કરગઢ રોડ, સરદાર ચોક, અમરેલી ખાતે રજૂ કરવા. આ ઉપરાંત વધુ માહિતી માટે (૦૨૭૯૨) ૨૨૩૮૪૪ પર સંપર્ક કરવો, તેમ નાયબ બાગાયત નિયામકશ્રી, અમરેલીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756