બનાસકાંઠા: વિધાસહાયકોની ભરતી ની માંગ

_ બનાસકાંઠા જિલ્લાના બેરોજગાર વિદ્યાસહાયક ટેટ પાસ ઉમેદવારોની નવી વિદ્યાસહાયક ભરતી મહેકમ મુજબ કરવા ખાસ માંગ…
-બનાસકાંઠાના બેરોજગાર ટેટ પાસ ઉમેદવારોએ આજ રોજ જિલ્લા મથક પાલનપુર ખાતે જિલ્લા કલેક્ટર,જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી,જિલ્લા વિકાસ અધિકારી તથા જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેનને વિદ્યાસહાયકોની નવી ભરતી RTE ના નિયમ મુજબ 60 % પ્રમાણે મહેકમ મુજબ તાત્કાલિક ભરતી કરવા માટે આવેદન આપી રજૂઆત કરી.
-બનાસકાંઠાના બેરોજગાર ટેટ પાસ ઉમેદવારોએ આજ રોજ જિલ્લા મથક પાલનપુર ખાતે જિલ્લા કલેક્ટર,જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી,જિલ્લા વિકાસ અધિકારી તથા જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેનને વિદ્યાસહાયકોની નવી ભરતી RTE ના નિયમ મુજબ 60 % પ્રમાણે મહેકમ મુજબ તાત્કાલિક ભરતી કરવા માટે આવેદન આપી રજૂઆત કરી.ગુજરાતમા 19000 થી વધુ જગ્યાઓ ખાલી હોવા છતા હમણા 3300 વિદ્યાસહાયકની ભરતી કરેલ છે.મહેકમ મુજબ 12500 જગ્યાઓ પર ભરતી કરવી જોઈએ.એક બાજુ માન.જીતુભાઈ વાઘાણી સાહેબે હમણા એવુ નિવેદન આપ્યુ કે અમે 5360 વિદ્યાસહાયકની જગ્યાઓ મંજૂર કરી છે અને તેમાથી માત્ર 2600 વિદ્યાસહાયકની ભરતી ટૂંક સમયમા કરીશુ.પણ આ ભરતીમા અગાઉ લાગેલા વિદ્યાસહાયક રિપીટ થવાનો ડર સતાવે છે.તો આ ભરતીમા ટેટ પાસ બેરોજગાર ઉમેદવારને ન્યાય મળે એમ નથી તો આ 2600 જગ્યાઓમા વધારો કરી મંજૂર મહેકમ મૂજબ 5360 જગ્યાઓ મલે તો ગુજરાતના ટેટ પાસ
વિદ્યાસહાયક ઉમેદવારો થોડો ન્યાય મળે એમ છે.ટેટ પાસ ઉમેદવારો છેલ્લા સાત મહિનાથી આંદોલન અને માંગણી કરી રહ્યા છે. ત્યારે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે અને શિક્ષણમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાથે મુલાકાત કરતા આશ્વાસન જ મળે છે.પણ હજૂ સુધી જાહેરાત કરવામા આવેલ નથી.તો માન.જીતુભાઈ વાઘાણીને વિદ્યાસહાયકની નવી ભરતી ટૂકડે ટૂકડે કરવા કરતા મંજૂર મહેકમ મુજબ તાત્કાલિક જાહેર કરવા માંગ કરવામા આવી છે.
રિપોર્ટ:જનકસિહ વાઘેલા થરાદ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756