સુરત ની 300 થી વધુ સેવા ની ધૂણી ધખાવી ને બેઠેલી સંસ્થા નો સન્માન સમારોહ યોજાયો

સુરત ની 300 થી વધુ સેવા ની ધૂણી ધખાવી ને બેઠેલી સંસ્થા નો સન્માન સમારોહ યોજાયો
Spread the love

સુરત ની 300 થી વધુ સેવા ની ધૂણી ધખાવી ને બેઠેલી સંસ્થા નો સન્માન સમારોહ યોજાયો સ્તકર્મ ની સુવાસ સુગંધી પુષ્પો ની માફક પ્રસરે છે તેને પવન ના ધક્કા ની જરૂર નથી
સુરત સાચો આનંદ સાચી શાંતિ માત્ર સેવાવ્રત માંજ છે હેલ્પીંગ ચેરીટેબલ ટ્રસ્ટ તથા વિદ્યા વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા “સેવાના ભેખધારીનું માન સાથે સન્માન” કાર્યક્રમ અંતર્ગત સુરત માં સેવા ની ધૂણી ધખાવી ને બેઠેલી સંસ્થા ના સજ્જનો સન્નારી ઓની અલગ અલગ 300 થી પણ વધુ ની સંસ્થા નું સન્માન કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સુરત લસકાણા સ્વામિનારાયણ મિશન સ્કૂલ વરિષ્ઠ સંતો ની પ્રેરક ઉપસ્થિતિ માં યોજાયેલ કાર્યક્રમ માં અલગ અલગ સેવા કરતી સંસ્થા ના સૂત્રધાર શ્રી ઓ સ્વંયમ સેવકો કર્મયોગી ઓનું ગૌરવ પૂર્વક સન્માન કરાયું હતું
મુખ્ય મહેમાન ચુનીભાઈ ગજેરા,કે.કે કામરેજ વિપુલ સાચપરા,ધર્મેશ ભંડેરી(વિપક્ષનેતા)જેરામભગત(માનવ મંદિર આશ્રમ) કિશોરભાઇ સોજિત્રા એડવોકેટે મેહુલ બોઘરા અંકિતાબેન મુલાણી (લેખિકા)રામ ધડુક,નિલેશ કુંભાણી,અનેક કોરોના વોરિયર્સ ડોક્ટરો આરોગ્ય શિક્ષણ જીવદયા પરમાર્થ પ્રકૃતિ પર્યાવરણ જળસંસાધન સહિત નિસ્વાર્થ ભાવે કરતી નાના માં નાની કોઈપણ સેવા પ્રવૃત્તિ ની સુંદર નોંધ લેવાય સ્વંયમ કોઈ પણ ફરજ વગર અંતર આત્મા ના આનંદ માટે કામ કરતા સેવાવ્રત ધારી ઓનું સન્માન કરાયું સદકર્મ ની સુવાસ સુગંધી પુષ્પો ની માફક ફેલાઈ છે તેની પવન ના ધક્કા ની જરૂર નથી યોગી નહિ પણ ઉપીયોગી બનો નો સદેશ આપતી સેવાવ્રત ધારી સંસ્થા ને આ સદપ્રવૃત્તિ અવિરત રાખવા નું ઉત્સાહ વર્ધક આયોજન કરનાર હેલ્પીંગ ચેરીટેબલ ટ્રસ્ટ ના મહેશ ભુવા કે જેણે ફેશબુક પેજ દ્વારા વિવિધ જરૂરિયાત મંદ પરિવારો માટે યાસિકા કરતી પોસ્ટ મૂકી સોશ્યલ મીડિયા ના સકારાત્મક ઉપીયોગ થી હકારાત્મક પરિણામો મેળવ્યા છે અત્યાર સુધી માં કરોડો ની મદદ સીધી લાભાર્થી પરિવારો ને પહોંચાડી છે પોતા જન્મદીને કોઈ ઝાકમઝોળ કે હોટલ માં સેલિબ્રેશન નહિ પણ એક સામાજિક સેવા સંસ્થાન સ્થાપી ને યુવાનો માટે પ્રેરણાત્મક પગદંડી બનાવી ને ઉજવી અનોખી પહેલ કરનાર મહેશ ભુવા સુકલકડી કાયા અને સામાન્ય પરિવાર માંથી આવતો યુવાન છે અને આ એજ હેલ્પીંગ ચેરીટેબલ ટ્રસ્ટ અને વિદ્યા વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટ પણ સુરત માં માતાપિતા વિહોણી ની દીકરીઓને લગ્ન કરવાનું કાર્ય કરે છે. આ ટ્રસ્ટ છેલ્લા બે વર્ષ થી માતાપિતા વિહોણી દીકરીઓને લગ્ન કરે છે અનાથ બનેલ દીકરી માટે “વ્યોમ હો પૃથ્વી દંપતી હો સુમંગમ” આદર્શ ગૃહસ્થ માટે આવી દીકરી ઓના લગ્નોત્સવ કરી સુંદર કામ કરતી સંસ્થા એ શહેર માં વિવિધ ક્ષેત્રે સેવા કરતી સંસ્થા નું સન્માન કરી શ્રેયમાર્ગે ચાલવા ની પ્રવૃત્તિ ને પ્રેરક બળ આપવા નું વંદનીય કામ કર્યું છે યોગ્ય વ્યક્તિ યોગ્ય સંસ્થા ઓનું સન્માન થાય ત્યારે સમજવું કે હકારાત્મક અભિગમ હયાત છે માનવીય સંવેદના દરેક જીવાત્મા ના કલ્યાણ માટે કાર્ય કરે છે તેની સુંદર નોંધ લેનાર અને તેના પ્રત્યે સન્માનીય ભાવ થી દરકાર કરે છે આ સન્માન સમારોહ થી શહેર ની તમામ નાની મોટી સેવા ઓની સુંદર નોંધ લઈ ને સેવાવ્રત ધારી ઓનું ગૌરવવીંત કરતું સન્માન કરાયું હતું

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

IMG_20220927_000112.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!