રાજકોટ : “સેફટી ઇન હાઈડ્રોકાર્બન ઇન્ડસ્ટ્રીઝ” વિષયક પરિસંવાદ યોજાયો.

રાજકોટ : “સેફટી ઇન હાઈડ્રોકાર્બન ઇન્ડસ્ટ્રીઝ” વિષયક પરિસંવાદ યોજાયો.
Spread the love

રાજકોટ ખાતે ઔદ્યોગિક સુરક્ષા અને અને સ્વાસ્થ્ય વિભાગ અને ઈન્ડીયન ઑઈલ પાઇપલાઇન ડિવિઝન દ્વારા “સેફટી ઇન હાઈડ્રોકાર્બન ઇન્ડસ્ટ્રીઝ” વિષયક પરિસંવાદ યોજાયો.

રાજકોટ ખાતે ઔદ્યોગિક સુરક્ષા અને અને સ્વાસ્થ્ય વિભાગના ઉપક્રમે ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશનના સહયોગથી “સેફટી ઇન હાઈડ્રોકાર્બન ઇન્ડસ્ટ્રીઝ” વિષયક ઓઈલ અને ગેસ સેક્ટરમાં સુરક્ષા પરિસંવાદ યોજાયો. જેમાં ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન તેમજ ગુજરાત ગેસ લિમિટેડના તજજ્ઞો દ્વારા ઓઈલ અને ગેસ ઈન્ડસ્ટ્રીઝમાં સેફટી મેઝરમેન્ટ અંગે ઉદ્યોગકારોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. IOC પાઈપલાઈન પશ્ચિમ વિભાગ, ગવરીદડ ખાતે આયોજિત કાર્યક્રમમાં ઔદ્યોગિક સુરક્ષા અને સ્વાસ્થ્ય વિભાગ, રાજકોટના સંયુક્ત નિયામકશ્રી એચ.એસ.પટેલે જણાવ્યું હતું કે રાજકોટ એ સૌરાષ્ટ્રની ઇન્ડસ્ટ્રીઝનું હબ છે. કર્મચારીઓની સુરક્ષા અને સ્વાસ્થ્ય માટે સરકારી ધારા ધોરણ તેમજ ઈન્ડસ્ટ્રીઝની સુરક્ષાર્થે સેફટી મેઝરમેન્ટનું ચુસ્ત પાલન કરવું જરૂરી છે. ઔદ્યોગિક એકમોમાં આગજની જેવા સંભવિત અકસ્માતનો ખતરો ટાળવા વિવિધ સેફટી ફીચર્સ અમલી બને તેમજ તેનું થર્ડ પાર્ટી વેરિફિકેશન હિતાવહ હોવાનું તેઓએ એ તકે ઉપસ્થિત ઉદ્યોગકારોને સંબોધતા જણાવ્યું હતું. રાજ્ય સરકાર આ બાબતે ગંભીર હોવાનું અને સેફટી મેઝરમેન્ટ અંગે નવી માર્ગદર્શિકા અમલી બનવા જઈ રહી હોવાનું તેઓએ જણાવ્યું હતું. આ તકે શ્રી વિવેક પાલીવાલે ઇન્ડિયન ઓઈલ દ્વારા પાઈપલાઈન મારફતે ક્રૂડ ઓઈલના પરિવહનમાં લેવાતા સેફટી મેઝરમેન્ટ અને LPG બોટલીંગ પ્લાન્ટના અધિકારીશ્રી સુરેશભાઈ મુખ્યાએ IOC બોલટિંગ પ્લાન્ટ ખાતે સુરક્ષાર્થે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સિસ્ટમ અને ફાયર ફાઈટિંગ સિસ્ટમની રૂપરેખા પુરી પાડી હતી. ગુજરાત ગેસ લિમિટેડના શ્રી કૃણાલ પાઠકે રાજકોટ જીલ્લામાં PNG તેમજ CNG નેટવર્કની માહિતી આપી ઘર તેમજ CNG ફિલિંગ સ્ટેશને કોઈપણ જાતનો ખતરો ટાળવા લીકેજ જણાયે બચાવના પગલાંઓ અંગે માહિતગાર કર્યા હતાં. મોટાભાગે ઓઈલ અને ગેસ આધારિત કંપનીઓમાં આગજની જેવા અકસ્માતોમાં શોર્ટ સર્કિટ, ગરમ વાતાવરણ, સ્પાર્ક સહિતના કારણો હોય છે. ત્યારે કંપનીમાં વોટર ટેન્ક, ફાયર પંપ, એક્સીન્ડયુર, ઇન્ટરલોક શટડાઉન જેવી સિસ્ટમ થકી અકસ્માત બાદની પરિસ્થિતિને કંટ્રોલ કરી શકાય છે. સાથો-સાથ સમયાંતરે કર્મચારીઓને ટ્રેનિંગ આપવી જરૂરી હોવાનું તજજ્ઞોએ જણાવ્યું હતું. IOC ના પાઈપલાઈન પશ્ચિમ વિભાગના સહાયક મેનજરશ્રી અકીલ પટેલે કાર્યક્રમની રૂપરેખા તેમજ સંચાલન પૂરું પાડ્યું હતું. જયારે શ્રી હેમંત ભારદ્વાજે આભારવિધિ કરી હતી. IOC ના મુખ્ય મહા પ્રબંધકશ્રી મનીષકુમાર બોટકે અને શ્રી હરીજીત સિંહે તેમના પ્રતિભાવો આપ્યા હતા. આ તકે ઓઈલ અને ગેસ સંલગ્ન ઔદ્યોગિક એકમના પ્રતિનિધિશ્રીઓ જોડાયા હતાં.

રિપોર્ટ.દિલીપ પરમાર રાજકોટ.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!