શેઠની શિખામણ ઝાંપા સુધી નશાબંધી સપ્તાહ

 શેઠની શિખામણ ઝાંપા સુધી નશાબંધી સપ્તાહ
Spread the love
  • મધ સૈકાઓથી ચાલી આવતી શેતાની શોધ દેશી દારૂ વારંવાર લઠાંકાંડ
  • છતાં ગુજરાતની સુખ શાંતિ સમૃદ્ધિ મહાત્મા ગાંધીના દારૂ બંધીના વચનપાલનને આભારી
  • “જામ પે જામ પી ને સે ક્યાં ફાયદા હરિ રસ કી પ્યાલી ઓમે પી લે તેરી જિંદગી સવર જાયેંગે”

શેઠ ની શિખામણ ઝાંપા સુધી જોરશોર થી ઉજવતા નશાબંધી સપ્તાહ ની ડ્રાઇવ છતાં ગામડા થી લઈ મહાનગરો સુધી સર્વત્ર છુટ થી વેચાતું પીણું એટલે મધ સૈકાઓથી ચાલી આવતી શેતાની શોધ દેશી દારૂ હોય કે ભારતીય બનાવટ નો ઈંગ્લીશ આ મધરો કે મહિડા જે કહો તે તેને સામાજિક આર્થિક-માનસિક-શારીરિક અધપત અને વિનાશ વર્યો છે છતાં ગુજરાતની સુખ શાંતિ સમૃદ્ધિ મહાત્મા ગાંધીના દારૂ બંધીના વચનપાલનને આભારી છે આ વચન પાલન નું ચૂંટણી પહેલા સર્વેલન્સ માં ખૂબ પાલન થાય છે
ગુજરાતની દારૂબંધી ભલે આંશિક પણ અસરકારક છે છૂટછાટ વાળા અન્ય રાજ્યો કરતા ગુજરાત માં દારૂ બંધી ભલે કાગળ ઉપર પણ અશત કારગત નીવડી રહીછે નશાબંધી સપ્તાહ જો આપણે કેફી પીણાં અને માદક પદાર્થોના શિકાર બનતા રહીશું તો આપણી આઝાદી ગુલામોની આઝાદી બની રહેશે મહાત્મા ગાંધી આપણાં શાસ્ત્રો તેમજ ઉપનિષદોએ હજારો વર્ષ પહેલાં આપણને વ્યસનોથી સદાય દૂર રહેવા સૂચવ્યું છે અને તે મુજબ પૂજય મહાત્મા ગાંધીની આપણી આ ભૂમિ પર તેમણે જ ચીંધેલા માર્ગે ચાલીને સમગ્ર દેશમાં એકમાત્ર ગુજરાત રાજ્ય સંપૂર્ણ દારૂબંધી નીતિને તથા નશીલા પદાર્થો પર પ્રતિબંધની નીતિને વરેલું છે.

જેના પરિણામે ગુજરાતમાં ગુનાખોરીનો આંક સતત નીચો ઊતરતો રહ્યો છે અને સામાજિક સુરક્ષા જળવાઈ રહીછે રાજયનું નશાબંધી ખાતું પૂ બાપુની જન્મજયંતીના સુઅવસરે એટલે કે તા ૨ જી ઓક્ટોબર થી તા ૮ મી ઓક્ટોબર દરમ્યાન નશાબંધી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે દારૂબંધી ની ઢીલીનીતિ નાં અનેક દુષ્પરિણામોનું સાક્ષી આ રાજય બન્યું છે દારૂ અને કેફી પદાર્થોની બદીની વિપરીત અને સીધી અસર અનેક કુટુંબના સામાજિક તેમજ આર્થિક વિકાસ ઉપર પડે છે આ કુટુંબના બાળકોનો વિકાસ રૂંધાય છે અને આવા પરિવારોની બહેનોની હાલત કફોડી બને છે જે સ્વસ્થ સમાજના નિર્માણ માટે અવરોધરૂપ છે આ સંજોગોમાં દારૂ
અને નશીલા પદાર્થોની બદીને રાજયમાંથી નામશેષ કરવાની ઝુંબેશમાં પ્રજા નો સહયોગ મેળવવા વિશેષ પગલાં ભરવાની જરૂર છે માતબર આબકારી આવક જતી કરીને આ નીતિના અમલ માટે મક્કમ અને અડગ રહીને જયારે આપણું રાજય સ્વસ્થ સુખી સમૃદ્ધ શાંત અને સલામત સમાજના નિર્માણ માટે આગળ વધી રહ્યું છે ત્યારે નશાબંધી સપ્તાહ ની ઉજવણીના પ્રસંગે સહુને તેમાં ઉત્સાહભેર જોડાઈ ઝુંબેશને વેગવાન અને પરિણામ લક્ષી બનાવવા સહભાગી થવું જ જોઈએ.

દેશી દારૂ કે વિદેશી દારૂ માં આલ્કોહોલ ની વધતા ઓછા પ્રમાણ ની માત્ર માં હોય જુદી જુદી નિય્યાનંદ ચીજો થી બનતા દારૂ મદિરા ગામડાથી લઈ મહાનગરો સુધી સહેલાય થી મળતું પીણું છે એમાં પણ દારૂ બંધી હોવાથી ગુજરાત માં સર્વત્ર મળી જતા દારૂ માટે વ્યવસ્થા તંત્રની ભ્રષ્ટવૃત્તિ હપ્તા બાજી કારણ ભૂત રહ્યું છે ચૂંટણી સમયે સર્વેલન્સ ના નામે લોકો ના સરસમાન ફફોળી કરોડો નું દારૂ પકડી પાડે છે ત્યારે એજ તંત્ર ચૂંટણી પછી કેમ તેવર બદલાય જાય છે?જોરશોરથી ઉજવતા નશાબંધી સપ્તાહ માં અલગ અલગ ડ્રાઇવ યોજાશે શિબિરો પ્રવચનો રેલી ઓ જન જાગૃતિ ઓની સારી સારી વાતો થશે પછી હતું તેમ નું તેમ ગુજરાત ની સુખ શાંતિ સમૃદ્ધિ દારૂ બંધી ને આભારી છે અન્ય રાજ્યો ની છૂટ સામે દારૂ બંધી વાળા ગુજરાત માં દારૂ બંધી ના કારણે ઘણું ઘણું સારું માનવ જીવન મહાત્મા ગાંધી ના દારૂ બંધી નો અધકચરો અમલ પણ આશીર્વાદ રૂપ છે અનેક વાર લઠ્ઠાકાંડ બની રહ્યા છે જ્યાં સુધી બીજો લઠાંકાંડ ન બને ત્યાં સુધી પહેલા લઠાંકાંડ નો અહેવાલ આવતો નથી જુદી જુદી નિષ્યાનંદ ચીજો માથી બનતા દારૂ ના સેવન થી વર્ષે દહાડે અનેકો પરિવાર આર્થિક માનસિક શારીરિક અને સામાજિક રીતે બરબાદ થાય છે અનેક પ્રકાર ની પડવા વાગવા થી ઇજા વિચાર શક્તિ શિથિલ અસાધ્યય રોગ પીડા ભોગવતા પરિવારો ખુવાર થાય છે છતાં કાગળ ઉપર દારૂ બંધી મહાત્મા ના વચન પાલન નો અમલ આંશિક તો આશિક પણ બાપુ ને રાખી ને બાપુ ની બીક રાખી ને અમલ તો કરે છે “જામ પે જામ પી ને સે ક્યાં ફાયદા હરિ રસ કી પ્યાલી ઓમે પી લે તેરી જિંદગી સવર જાયેંગે”

નટવરલાલ જે ભાતિયા

IMG_20221001_231935.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!