ખેડબ્રહ્મા: આમ આદમી પાર્ટી ની સભામાં લોકોનું ઘોડાપૂર ઉમટી પડ્યું

ખેડબ્રહ્મા: આમ આદમી પાર્ટી ની સભામાં લોકોનું ઘોડાપૂર ઉમટી પડ્યું
Spread the love

ખેડબ્રહ્મા: આમ આદમી પાર્ટી ની સભામાં લોકોનું ઘોડાપૂર ઉમટી પડ્યું.
આજરોજ તારીખ 2 10 22 ને રવિવારના રોજ સાંજના 3- 45 કલાકે
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સભા ખેડબ્રહ્મા શહેરના ઉડવા વિસ્તારમાં યોજાઈ હતી
આ સભામાં
પંજાબના મુખ્યમંત્રી ભગવદ માન અને ઈશુદાન ગઢવી પણ હાજર રહ્યા હતા
આ સભા માં લોકો ધાર્યા કરતા બમણી સંખ્યામાં સ્વયંભૂ ઊમટી પડ્યા હતા.
ભારત માતાકી જય અને ઇન્કલાબ જીન્દાબાદ ના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.

અરવિંદ કેજરીવાલની અને પંજાબના મુખ્યમંત્રી ની સભામાં એન્ટ્રી તથા ઉપસ્થિત જનમેદની તાલીઓના ગડગડાટથી સન્માન કર્યું હતું.
અરવિંદ કેજરી વાલે હાજર જનમેદનીને કેમ છો?
કહી સભામાં હાજર રહેવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
ઈશુદાન ગઢવી એ સભામાં ઉપસ્થિત બંને મુખ્યમંત્રીઓનુ શાબ્દિક સ્વાગત કરી સીધાજ જનમેદનીને સંબોધન કરવા જણાવ્યું હતું
પંજાબના મુખ્યમંત્રી ભગવદ માને
ગુજરાતમાં 27 વર્ષથી ચાલતા એક ચક્રીય શાસનને બદલવા માટે ઉપસ્થિત જનમેદનીને આહવાન કર્યું હતું
અમે બોલીએ છીએ તેનું ચોક્કસ પાલન કરીએ છીએ તેનું ઉત્તમ ઉદાહરણ દિલ્હી સરકાર અને પંજાબ સરકાર છે
અને એવું જ સ્વચ્છ શાસન ગુજરાતમાં આપવા માગીએ છીએ
મુખ્યમંત્રી અરવિંદ કેજરી વાલે જણાવ્યું હતું કે,
.ગુજરાતના આઈબી વિભાગ દ્વારા સર્વે કરવામાં આવતા આગામી વિધાનસભા માં
આમ આદમી પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળશે.
જો તમારા સાથ સહકારથી ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો
ગુજરાતની ભ્રષ્ટાચારથી મુક્ત કરવામાં આવશે.
તમામ લોકોની વીજળી મફત આપવામાં આવશે
તમામ વિસ્તારોમાં નવી શાળાઓ તેમજ હોસ્પિટલો અને મહોલ્લા ક્લિનિક ખોલવામાં આવશે
જેમાં શિક્ષકો, નર્સો અને ડોક્ટરોની વિપુલ તકો ઊભી થશે
સાથે જે તે વિભાગમાં ચાર્જ થી ચાલતી જગ્યાઓ ભરવામાં આવશે
બેકારી ભથ્થુ ₹3,000 અને દરેક ઘરમાં 18 વર્ષથી ઉપરની બહેનોને એક એક હજાર તેમના ખાતામાં નાખવામાં આવશે
આ ઉપરાંત રેશનકાર્ડ ચૂંટણીકાર્ડ આધારકાર્ડ પાનકાર્ડ જેવા ડોક્યુમેન્ટ્સ
સરકારી અધિકારી રૂબરૂ તમારા ઘરે આવીને વિના મૂલ્ય કાઢી આપવામાં આવશે.
હવે પછી કોઈપણ પેપર લીક નહીં થાય
અગાઉ જેને પેપર લીક કર્યા છે તેની સામે તપાસ કરવામાં આવશે અને દોષિતોને જેલમાં મોકલવામાં આવશે
આમ આદમી પાર્ટી નો ધારાસભ્ય ભ્રષ્ટાચાર મુક્ત હશે
અને જો ભ્રષ્ટાચાર કરતા માલુમ પડશે તો તેને જેલ ભેગો કરવામાં આવશે
લોકોને સરકાર દ્વારા મળતી તમામ સુવિધાઓ સરકાર દ્વારા આપવામાં આવશે
તમારા બાળકોને ઉચ્ચ શિક્ષણ આપી ડોક્ટરો એન્જિનિયરો જેવી પોસ્ટ ઉપર ભરતી કરવામાં આવશે
દરેક લોકોને પોતાના ઘરે,કુટુંબમાં ગામમાં, આમ આદમી પાર્ટીને મત આપવા માટે સમજાવવા અપીલ કરી હતી
આજની જનસભા ને જોતા લોકો પણ વર્તમાન સરકારથી નારાજ હોય તેમ મન મક્કમ બનાવી
આમ આદમી પાર્ટી ને સ્પષ્ટ બહુમતીથી જીતાડવા કેજરીવાલને વચન આપ્યું હતું
આટલી બહોળી સંખ્યામાં ઉપસ્થિત લોકો ને જોઈને
અરવિંદ કેજરીવાલે પણ
એક મોકો કેજરીવાલને આપવા આહવાન કર્યું હતું.

રિપોર્ટ ધીરુભાઈ ખેડબ્રહ્મા

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!