લીલીયા ધારાસભ્ય એ કોંગ્રેસના આઠ વચનોની પત્રિકા જનતા સુધી પહોંચાડી

લીલીયા ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાત દ્વારા કોંગ્રેસના આઠ વચનોની પત્રિકા જનતા સુધી પહોંચાડી
લીલીયા-સાવરકુંડલા ના ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાત દ્વારા મારું બુથ મારું ગૌરવ અંતર્ગત કોંગ્રેસના આઠ વચનોની પત્રિકા લીલીયા ના વેપારી ઓ સુધી પહોંચાડી વેપારી ઓ ને ડોર ટુ ડોર લોક સંપર્ક કર્યો આ કાર્યક્રમમાં લીલીયા ના બાહોશ તેમજ નીડર ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાત લીલીયાના વેપારી, યુવાનો, બહેનો અને વડીલોનો સંપર્ક કરી પત્રિકાનું વિતરણ કર્યું અને સામે લીલીયા ની જનતાએ કોરોના કાળ દરમિયાન પ્રતાપભાઈએ જે લોકોની ખુબ સેવા કરી અને વિધાનસભામાં લીલીયા સાવરકુંડલા ના ખેડૂતો અને જનતાના પ્રશ્નોને નીડરતાથી વિધાનસભામાં મુક્યા એ બદલ લીલીયા ની જનતાએ પ્રતાપભાઈને અભિનંદન આપ્યા અને એમની કામગીરી ઠેર ઠેર બિરદાવેલ આ કાર્યક્રમ મા પ્રતાપભાઈ સાથે નિતિનભાઈ ત્રિવેદી જીવન ભાઈ વોરા વિજય કોગથિયા રાજુભાઈ ભેડા ભુપતભાઈ પટોળીયા, કાંતિભાઈ ડુંગરીયા, વિજયભાઈ શેખલિયા, હરિભાઈ, ચોથાભાઈ કસોટીયા, રમેશભાઈ પરમાર, જીવાભાઈ પરમાર, શબીરભાઈ દલ, ભીખાભાઇ દેવાણી, એકલારા જયેશભાઇ બિપીનભાઈ પણ લોકસપર્ક માં જોડાયા અને આગામી સમયમાં લીલીયાની જનતા દ્વારા વિજય ભવ નો કોલ આપવા માં આવેલ
રિપોર્ટ : ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756