શ્રી શક્તિ ગરબી મંડળ માં ગરબી ની બાળાઓ એ અવનવા રાસ ગરબા રજૂ કરી લોકોની અચંબિત કરી દીધા

રાજકોટ જીલ્લાના ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામની પાંચ દાયકા જૂની શ્રી શક્તિ ગરબી મંડળ માં ગરબી ની બાળાઓ એ અવનવા રાસ ગરબા રજૂ કરી લોકોની અચંબિત કરી દીધા જેમાં
ગરુડપાંખ રાસ, મોરપીંછ રાસ, તડકા રાસ, મંજીરા ઘૂંઘરું રાસ, છત્રી પિચકારી રાસ, પપુણા રાસ, ભુવા રાસ, ભૂતિયા રાસ, મોગલ માં રાસ, ધમાધમ રાસ, ધમાલ રાસ, પીપુડી રાસ, ઝમાઝમ રાસ વગેરે ગરબાની રમઝટ બાળાઓ એ બોલાવી હતી સાથેજ વિકરાળ રૌદ્ર સ્વરૂપે સ્વયંમ માં મહાકાળી એ ક્રોધિત મુદ્રામાં તાંડવઃ રચી દાનવ નો સંહાર કરેલ તે વખતે હજારો લોકો પણ ધ્રુજી ઉઠ્યા હતા ગરબી ની બાળાઓ ના રોજ અવનવા રાસ નિહાળવા હજારો લોકો ઉમટી પડે છે તેમજ મસમોટા પીતળ ના હાંડા માથા ઉપર લઈને બાળાઓ ગરબે ઘૂમે છે સાથે જ સાહસ અને શૌર્ય સાથે માં ની ભક્તિ નો વિશ્વાસ એવો 351 સળગતા દિવા ઓ માથા ઉપર લઇ ને બાળાઓ એ માતાજી ની મહાઆરતી ઉતારી હતી જેમાં હજારો લોકો એ બાળાઓ ને બિરદાવી હતી
રિપોર્ટ વિપુલ ધામેચા ઉપલેટા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756