ડભોઇ ખાતે ઈદે મિલાદ તહેવાર નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ

આજરોજ ઈદે મિલાદ ના તહેવાર નિમિત્તે જમિયતે ઉલમાં એ હિંદ ડભોઇ દ્વારા મહાદેવિયા સ્કૂલમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં યુનિટી ફાઉન્ડેશન ડભોઇના સહયોગથી યોજાવામાં આવ્યું હતું.દર વર્ષની જેમ આ વર્ષે પણ ઈદ પર્વ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો છે જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ યુવાનોએ બ્લડ ડોનેટ કર્યું છે દર વર્ષે 100 જેટલા યુનિટ ભેગા કરવામાં આવતા હોય છે ત્યારે આ વર્ષે 100 થી વધુ યુનિટ થાય તેવા પ્રયાસ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી ના પ્રદેશ કારોબારી સભ્ય શશીકાંતભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.સાથે જ મુસ્લિમ આગેવાનો તેમજ જમીયતે ઉલમા એ હિન્દ ના ડભોઇ ના સભ્યો હાજર રહ્યા હતા.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756