હઝરત મોહંમદ પયગંબર સાહેબના જન્મ દિવસ ની ઉજવણી ભાગરૂપે ડભોઇ ખાતે ભવ્ય જુલુસ નીકળ્યું

ડભોઇ ખાતે મુસ્લિમ સમાજ દ્વારા જશ્ને ઇદેમિલાદ હઝરત મોહમદ પયગંબર સાહેબના જન્મદિવસની ઉજવણી પ્રસંગે ડભોઇ શહેર તેમજ તાલુકા ના મુસ્લિમ બિરાદરો દ્વારા ભવ્ય જુલુસ શહેર ના રાજમાર્ગો પર કાઢવામાં આવ્યું હતું.જે જુલુસ ડભોઇ ના મુખ્ય માર્ગ પર નીકળતા મોટી સંખ્યા માં મુસ્લિમ બિરાદરો જુલુસ માં જોડાયા હતા.ધાર્મિક ઝંડા,ઘોડા ગાડી,તેમજ વાહનો ના કાફલા સાથે નીકળેલા જુલેસે નગર ના રાજમાર્ગો પર ભારે આકર્ષણ જમાવ્યું હતું.આ પ્રસંગે મુસ્લિમ સમાજ દ્વારા સરબત તેમજ બાળકો માટે ઠેર ઠેર ખાણીપીણી ની ચીજ વસ્તુઓ નું આયોજન કરવામાં આવ્યું હતું.તેમજ નિયાજ નુ વિતરણ કરવામાં આવ્યું હતું.ઉલ્લેખનીય છે કે છેલ્લા બે વર્ષ માં કોરોનાકાળ ના કારણે જુલુસ નું આયોજન કરવામાં આવ્યું ન હતું.પરંતુ આ વર્ષે પરિસ્થિતિ સામાન્ય રહેતા મુસ્લિમ બિરાદરો એ ઉત્સાહ પૂર્વક ઇદે મિલાદ ની ઉજવણી કરી હતી.ડભોઇ શહેર માં ઇદે મિલાદુન્નબી ના જુલુસ માં નાના બાળકો,યુવાનો,વૃદ્ધો સૌ કોઈ વહેલી સવારે નમાજ અદા કરી જુલુસ માં જોડાયા હતા.આ પ્રસંગે મુસ્લિમ સમાજના વેપારીઓ દ્વારા આજરોજ ધંધારોજગાર બંધ રાખી જુલુસ માં જોડાયી ઇદે મિલાદ ની ઉજવણી કરી હતી.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756