ડભોઇ – દર્ભાવતિ નગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પથસંચલન અને શસ્ત્ર પૂજન યોજાયું

ડભોઇ – દર્ભાવતિ નગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પથસંચાલન અને શસ્ત્ર પૂજન કરી વિજયાદશમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે ડભોઇના તમાકુ વાગાના મેદાનના પટાંગણથી સંપૂર્ણ ગણવેશમાં સજજ થઈ સ્વયં સેવકો દ્વારા નગરના વિવિધ રાજમાર્ગો ઉપર પથ સંચલન યોજાયું હતું. જ્યાં ઠેર-ઠેર આ પથ સંચલન ઉપર પુષ્પવર્ષા કરી રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સ્વયંસેવકોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ડભોઇના સ્વયં સેવકો તથા નગરજનોએ શસ્ત્રપૂજન કરી વિજયા દશમી પર્વની ઉજવણી કરી હતી. જેમાં વક્તા જગદીશભાઈ પોપટ,
વડોદરા જિલ્લા સંઘ સંચાલક તુલસીભાઈ પટેલ, નગર સંઘ સંચાલક મનોજભાઈ પ્રજાપતિ, ડો. મહેન્દ્રભાઈ પટેલ પૂર્વ નગર સંઘ ચાલક તેમજ હાલનાં વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મંત્રી, દિનેશભાઈ જોષી, ડો. વિશાલ પટેલ, મિતેશભાઈ પંચાલ, કલ્પેશભાઈ તેમજ અન્ય સ્વયંસેવકો અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756