ડભોઇ સરકાર હોસ્પિટલ ખાતે ડાયાલિસિસ સેન્ટરનું ઉદઘાટન કરવામાં આવ્યું.

ડભોઇ સરકાર હોસ્પિટલ ખાતે ડાયાલિસિસ સેન્ટરનું ઉદઘાટન કરવામાં આવ્યું.
Spread the love

ડભોઇમાં આજરોજ સરકારી દવાખાના ખાતે ડાયાલિસિસ સેન્ટર નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં દર્દીઓને કિડની ની તકલીફો હોય, શરિરમાં સોજા ચડી જતા હોય છે. દર્દીના શરીરના રુધિરના દ્રવ્યો બરાબર માત્રામાં ગાળા ન થવાથી ડાયાલિસિસ ની જરૂર પડતી હોય છે. જેમાં દર્દીના શરીરમાં રહેલા રુધિર ને એક તરફથી નીકળી તેને મશિનમાં સુધ કરી ફરી તેને ધમની મારફતે શરીરમાં દાખલ કરવામાં આવે છે. આ તકલીફ જે દર્દીઓને હોય છે તેઓ દુર બીજા હોસ્પિટલમાં જવું પડતું હતું. પરંતુ હવે ડભોઈ સરકારી દવાખાના ખાતે ડાયાલિસિસ સેન્ટર ચાલુ થતાં તેઓને વહેલા તકે અને ખુબ સારી સુવિધાઓ સાથે તેઓની બિમારીનો ઇલાજ હવે નજીકમાં જ મળી શકશે. તેવા ઉપદેશની સાથે સરકારી દવાખાના માં આ ડાયાલિસિસ સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. ડભોઇના નસીમબેન યુસુફભાઇ સલાટ જેઓ પાછલા ચાર વર્ષ જેટલા સમયથી આ બિમારીની સારવાર માટે વડોદરા જઈ રહ્યા હતા. પરંતુ હવે તેઓને ડાયાલિસિસ ડભોઇમાં જ કરી આજરોજ સરકારી દવાખાના ખાતે પ્રથમ ડાયાલિસિસ કરવામાં આવ્યું હતું. દર્દી પાસેથી જાણવા મળ્યું હતું કે સુવિધાઓ ખુબ સારી હતી અને દરેક પ્રકારની વ્યવસ્થા સારી છે. તેઓનું ડાયાલિસિસ ડો. નિકુલ બારિયા દ્વારા કરવામાં આવ્યું હતું.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

IMG-20221011-WA0079.jpg

Avatar

ચિરાગ તમાકુવાલા

Right Click Disabled!