ચોરી કરી નાસી જનાર બે ઇસમોને ઝડપી પાડતી અમરેલી એલ.સી.બી.

ચોરી કરી નાસી જનાર બે ઇસમોને ઝડપી પાડતી અમરેલી એલ.સી.બી.
Spread the love

ચલાલા ટાઉનમાં આવેલ એગ્રોની દુકાનમાંથી ધોળા દિવસે રોકડ રકમની ચોરી કરી નાસી જનાર બે ઇસમોને ચોરીમાં ગયેલ રોકડ રકમ તથા નાસી જવા માટે ઉપયોગમાં લીધેલ મોટર સાયકલ સહિત કુલ કિ.રૂ.૫૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

ગુન્હાની વિગતઃ

ગઇ તા.૧૧/૧૦/૨૦૨૨ ના કલાક ૧૦/૦૦ થી ૧૦/૧૫ દરમ્યાન ચલાલા ટાઉનમાં આવેલ “શિવમ એગ્રો કેમિકલ્સ” નામની દુકાનના માલિક અશોકભાઇ અરજણભાઇ કાકડીયા, ઉ.વ.૫૩, રહે.ચલાલા, તા.ધારી, જિ.અમરેલી વાળા પોતાની દુકાનેથી કુદરતી હાજતે બહાર ગયેલ, તે દરમ્યાન એક અજાણ્યા ઇસમે મોઢે રૂમાલ બાંધી દુકાનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી, ચાર વાર દુકાનની અંદર બહાર જઇ, દુકાનમાં ગલ્લામાં રાખેલ અલગ અલગ દરની ચલણી નોટો મળી કુલ ૧.૩૫,૦૦૦/- ની રોકડ રકમની દિવસે ચોરી કરેલ અને બીજો ઇસમ એક મોટર સાયકલ લઇને આવતાં, તેના મોટર સાયકલમાં બેસી નાસી જઇ, બંને ઇસમોએ ગુનો કરવામાં એકબીજાને મદદગારી કરેલ હોય, જે અંગે અશોકભાઇ અરજણભાઇ કાકડીયાએ ફરિયાદ આપતાં ચલાલા પોલીસ સ્ટેશન એ-પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૧૩૨૨૦૫૦૭/૨૦૨૨, આઇ.પી.સી. કલમ ૪૫૪, ૩૮૦, ૪૧૪, ૧૧૪ મુજબનો ગુનો અજાણ્યા ચોર ઇસમ વિરૂધ્ધ રજી. થયેલ,

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા મિલકત સબંધી ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓએ અમરેલી જિલ્લામાં બનવા પામેલ મિલકત સબંધી ગુનાના આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અને વણશોધાયેલ ગુનાઓ ડીટેક્ટ કરવા અમરેલી એલ.સી.બી. ટીમને

માર્ગદર્શન આપેલ હતું, અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા એલ.સી.બી. ટીમ દ્વારા ચલાલા

ટાઉનમાં બનવા પામેલ ચોરીના ગુનાના આરોપીઓને શોધી કાઢવા માટે સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ વાયરલેસ પો.સ.ઇ.શ્રી જે.એમ.કડછા તથા અમરેલી નેત્રમ પ્રોજેક્ટ અંતર્ગત કમાન્ડ કન્ટ્રોલ સેન્ટરના સ્ટાફની મદદથી આરોપીઓ દ્વારા નાસી જવા માટે ઉપયોગમાં લઇ શકે તેવા તમામ એન્ટ્રી અને એક્ઝીટ પોઇન્ટ પરના સી.સી.ટી.વી. ફુટેજ ચેક કરવામાં આવેલ હતાં. સી.સી.ટી.વી. ફુટેજના અભ્યાસ દરમિયાન આરોપીઓના વર્ણન અને તેમના મોટર સાયકલ અંગે માહિતી મળેલ હતી. જે આધારે આરોપીઓ અંગે તપાસ કરી, બને આરોપીઓને ચલાલાથી ગોપાલગ્રામ ગામ તરફ જવાના રસ્તેથી પકડી પાડવામાં આવેલ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

IMG-20221014-WA0000-1.jpg IMG-20221014-WA0030-0.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!