મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં ઇડર ખાતે જિલ્લાકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો

મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં ઇડર ખાતે જિલ્લાકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો
સાબરકાંઠા જિલ્લામાં ઇડરના સાપાવાડા કોટન માર્કેટ યાર્ડ ખાતે ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં જિલ્લાકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો. આ ગરીબ કલ્યાણ મેળામાં ૨૯૨૦થી વધુ લોકોને રૂ. ૪,૭૪,૬૮,૭૩૩ની સહાય સ્થળ પર ચુકવવામાં આવી હતી. આ પ્રસંગે લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવ રજૂ કર્યા હતા.
આ મેળાના લાભાર્થી વિજયનગરના કેલાવાના શ્રી ધ્રાંગી કાંન્તીલાલ એ જણાવ્યું હતું કે, તેઓને માનવ ગરીમા યોજના અંતર્ગત કડીયા કામની કીટની સહાય મળી છે. આ મેળા થકી મળનાર સાધન સહાયથી તેઓ પોતાનો વ્યવસાય સારી રીતે કરી શકશે. જેથી તેમને આર્થિક ઉપાર્જન વધતા પોતાના પરીવાર માટે અને બાળકોના અભ્યાસ માટે વધુ ખર્ચ કરી શકે. આ સહાય બદલ સરકારશ્રીના તેઓ અને તેમનો પરીવાર આભારી છે.
ઇડર બડોલીના વ્હાલી દીકરી મંજૂરી હુકમના લાભાર્થીના વાલી શ્રીમનસુરીએ પોતાનો આભાર પ્રગટ કરતા જણાવ્યું કે, વ્હાલી દિકરી અંતર્ગત તેમની દિકરી મહેરને રૂ.૧.૧૦ લાખનો મંજુરી હુકમ મળતા તેના ઉચ્ચ અભ્યાસ કે તેના લગ્ન વખતે પૈસાની ચિંતા રહેશે નહીં.
પ્રધાનમંત્રી આવાસના લાભાર્થી એવા હિંમતનગરના કડોલીના સેલોટ જ્યાબેને અહોભાવ સાથે જણાવ્યું કે, તેઓ ને સરકાર દ્રારા આવાસની સહાય મળતા તેઓ પોતાનુ પાકુ મકાન બનાવી શક્યા છે. પહેલા તેઓ જે ઘરમાં રહેતા હતા તે કાચુ હોવાથી ચોમાસામાં ઘરમાં પાણી ટપકતું હતું. જેના કારણે તેમનું અનાજ બગડતું, ચાલુ વરસાદમાં ખાવાનું બનાવવાની તકલીફ પડતી સાથે બાળકોના આરોગ્યની પણ ચિંતા રહેતી હતી. જ્યારે હવે આ બધી જ તકલીફ માંથી છૂટકારો મળ્યો છે. જે બદલ સરકારશ્રીનો તેમજ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756