અરવલ્લી: વાઘવલ્લા ગામે જિલ્લા પોલીસે વ્યાપક પ્રમાણમાં ગાંજાનું વાવેતર ઝડપાયું

હાલ ઠેર ઠેર ખાનગી રાહે પ્રતિબંધત્મક કેફી દ્રવ્યો ગેરકાયદેસર વાવેતર કરવાના કિસ્સા બહાર આવતા જાય છે. ત્યારે બાયડના વાઘવલ્લા ગામે ખેતરમાંથી વ્યાપક માત્રામાં ગાંજાનું વાવેતર ઝડપાયું છે. ૧૧ જેટલા ખેતરોમાંથી ઝડપાયેલો ગાંજો લાખો રૂપિયાનો હોવાની શક્યતા છે.
બાયડના ખેડા જિલ્લા અને મહીસાગર જિલ્લાની સરહદે આવેલા વાઘવલ્લા ગામે આવેલા ખેતરમાં પ્રતિબંધિત કેફી દ્રવ્ય ગાંજાની ખેતી થતી હોવાની બાતમી પોલીસને મળી હતી.
તેના આધારે અરવલ્લી જિલ્લા એલસીબી, એસઓજી અને બાયડ પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરતાં લગભગ પાંચ જેટલા ખેતરોમાં ગાંજાનું વાવેતર મળી આવ્યું છે. જેને લઈને આખા વાઘવલ્લા ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જિલ્લાની મોટા ભાગની પોલીસ ઝડપાયેલા ગાંજાના ખેતર આસપાસ ખડકી દેવામાં આવી છે. હાલ પોલીસ દ્વારા ગાંજાના ખેતરોના માલની સિલિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. મોડી સાંજે કામગીરી પૂર્ણ થવાની શક્યતા છે અને એ સમયે જ કેટલાનો મુદ્દામાલ એ સમગ્ર હકીકત જાણી શકાશે. પરંતુ ૧૧ જેટલા મોટા ખેતરોમાં ઝડપાયેલો ગાંજો લાખો રૂપિયાની કિંમતનો થવાની શક્યતા છે.
રિપોર્ટ: કપિલસિંહ રાજપુરોહિત અરવલ્લી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756