અંગદાન વિષય નું મહત્વ પ્રસ્તુત કરતો કાર્યક્રમ નું આયોજન કરવા મા આવ્યું

શારદા સ્કુલ ઓફ ફાર્મસી, પેથાપુરના એન.એસ.એસ. સેલ દ્વારા અંગદાન વિષય નું મહત્વ પ્રસ્તુત કરતો કાર્યક્રમ નું આયોજન કરવા મા આવ્યું
અંગદાન વિશે કહેવાય છે કે ” જિંદગી કે સાથ ભી જિંદગી કે બાદ ભી ” મનુષ્ય ના મ્રુત્યુ પછી પણ અંગદાન થી એ કોઇ ના સ્વરૂપ માં તે મનુષ્ય જીવતો રહે છે. અંગદાન પર ચાણક્યએ ખુબ સરસ કીધુ છે. દાન કરવા ની વ્રુત્તી, મધુર પ્રવચન, ધીરજ, યોગ્યતા અને અયોગ્યતા આ મનુષ્ય ના સ્વભાવિક ગુણો છે. તેને કેળવી ના શકાય એને જાગ્રુત કરવા ની અને સમજવા ની જરૂર હોય છે. અને જો એ જાગ્રૂતા મનુષ્ય માં આવી જાય તો બીજા નું જીવન સવારી શકાય છે, જેના હેતુથી શારદા સ્કુલ ઓફ ફાર્મસી ના એન.એસ.એસ. સેલ દ્વારા અંગદાન વિષય નું મહત્વ પ્રસ્તુત કરતો કાર્યક્રમ નું આયોજન કરવા મા આવ્યું.આ કાર્યક્રમ માં શ્રી રમણભાઇ પટેલ વિજાપુર ના ધારાસભ્યે હાજરી આપી હતી. જેમા મુખ્ય પ્રવર્ક્તા શ્રી દિલીપ દેશમુખે અંગદાન નું શું મહત્વ છે એ સમજાવ્યું હતું. કાર્યક્રમ ના અંતે શ્રી કપીલ શાહે એમના જન્મદિવસ ની ઉજવણી ના ભાગ રૂપે વિધ્યાર્થીઓ અને અધ્યાપક ગણ માં અંગદાન કરવા ની અને કરાવવા ની પ્રતિજ્ઞા લેવડાવી હતી. જેમાં ફાર્મસી ના ૨૫૦ જેટલા વિધ્યાર્થી તથા અધ્યાપક ગણ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
જેનુ સફળ સંચાલન શારદા સ્કુલ ઓફ ફાર્મસી, પેથાપુર ના પ્રિન્સીપાલ ડો. દિવ્યકાંત પટેલ ના નેતૃત્વ હેઠળ આ આયોજન કરવા માં આવ્યું હતું.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756