બળવંતભાઈ (કાકુભાઈ), માનવ સેવાનાં ભેખધારી, મુક સેવકની પ્રાર્થનાસભા એ યોજાશે રકતદાન કેમ્પ

બળવંતભાઈ (કાકુભાઈ), માનવ સેવાનાં ભેખધારી, મુક સેવકની પ્રાર્થનાસભા એ યોજાશે રકતદાન કેમ્પ
દર્દીઓ, થેલેસેમીયા પીડિત બાળકોના જીવન બચાવવાની અમૂલ્ય તક
સિવિલ હોસ્પિટલની બ્લડ બેન્કમાં તમામ બ્લડ ગ્રુપની તાતી જરૂરિયાત
પ્રવર્તમાન દિવાળીના તહેવારો નિમીતે રકતની જરૂરીયાત ઉભી થઇ છે. સીવીલ હોસ્પિટલનાં જરૂરીયાતમંદ દર્દીઓ તેમજ થેલેસેમીયા પીડીત બાળકો માટે નિઃશુલ્ક લોહી મળી રહે તે માટે સૌ પ્રયત્નશીલ બને તેવી વિનંતી છે. રકતદાન કરી અમુલ્ય માનવ જીંદગીઓને તેમજ થેલેસેમીયા પીડીત બાળકોના જીવનને બચાવવા નિમિત બનવા માટે અપીલ કરવામાં આવી છે. રાજકોટની સિવિલ હોસ્પિટલ, બાળકોની હોસ્પિટલ ખાતે સમગ્ર સૌરાષ્ટ્રનાં દર્દીઓ, થેલેસેમીયા પિડીત બાળકો નિઃશુલ્ક સારવાર માટે આવે છે. હાલમાં સિવિલ હોસ્પિટલમાં તમામ પ્રકારનાં બ્લડ ગ્રુપની તાતી જરૂરીયાત છે.બળવંતભાઈ (કાકુભાઈ), માનવ સેવાનાં ભેખધારી, મુક સેવક તુલસીદાસ પારેખ સોમવારનાં રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા દરમિયાન રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વર્ગસ્થનું ચક્ષુદાન તથા દેહદાન કરેલ છે. અત્યારની પરિસ્થિતિમાં રકતદાન કેમ્પોની સંખ્યા નહીવત થઈ ગઈ છે. જે રકતદાન કેમ્પો થાય છે ત્યાં પણ રકતદાતાઓ ખૂબ ઓછી સંખ્યામાં આવે છે. હાલ રકતદાન કેમ્પો સાવ ન્યુનતમ થાય છે. આ તકલીફનાં આંશીક નિવારણ માટે અને થેલેસેમીયા પીડીત બાળકોનાં જીવન બચાવવા આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તેમની પ્રાર્થના સભા તા. ૩૧ ઓક્ટોબર, સોમવારે સવારે ૮:૩૦ થી ૧૧:૩૦ દરમિયાન મોઢ વણિક વિદ્યાર્થી ભવન, 5 – રાજપૂત પરા, માલવીયા ચોક, રાજકોટ ખાતે રાખવામાં આવી છે.“રકતદાન જીવનદાન”
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756