ઓનલાઇન પુસ્તક વિમોચન

ઓનલાઇન પુસ્તક વિમોચન
તા.05.11.22 ના રોજ ગુજરાતી બાળસાહિત્યકાર વોટ્સએપ ગ્રુપ દ્વારા તેમના લેખકો દ્વારા લિખિત અને અને ગ્રુપના સંચાલકો દ્વારા સંપાદિત બે બાળ પુસ્તકો 1. અલપ ઝલપ બાળગીતો (સહિયારો બાળગીત સંગ્રહ) અને 2. ઉગતો સૂરજ (સહિયારો બાળવાર્તા સંગ્રહ) નું ગૂગલ મીટ એપ્લિકેશન દ્વારા ઓનલાઈન વિમોચન કરવામાં આવ્યું.
આ ઓનલાઈન કાર્યક્રમનું સમગ્ર સંચાલન શ્રી. ફાલ્ગુન કુમાર ‘તથાગત’ દ્વારા કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી. મહેશ ‘સ્પર્શ’ (બાળવાર્તા લેખક) હાજર રહ્યા હતાં. તેમજ અન્ય અતિથિ શ્રી. મનુભાઈ પટેલ (હાલ USA), શ્રી. પ્રકાશ કુબાવત અને શ્રી. મણિલાલ શ્રીમાળી પણ હાજર રહી આ કાર્યક્રમની શોભા વધારી હતી. આ બંને બાળ પુસ્તકોનું વિમોચન ઉપસ્થિત અતિથિઓ દ્વારા કરાવવામાં આવ્યું હતું.
આ કર્યક્રમમાં અતિથિઓનો પરિચય અને આભારવિધિ શ્રી. બીરેન પટેલ સાહેબે કરી હતી. આ કાર્યક્રમમાં અન્ય બાળ લેખકો પણ જોડાયા હતા. સૌ એ મળી બાળ સાહિત્ય લેખન વિશે ખૂબ સરસ ચર્ચા વિચારણા કરી હતી. કાર્યક્રમ સંદર્ભે ખંભોળજ સાહિત્ય સેવા સંસ્થા રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. શૈલેષ વાણીયા શૈલ દ્વારા હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756