જૂનાગઢ જિલ્લામાં તા. ૧ ડિસેમ્બરના રોજ મતદાનના દિવસે શ્રમયોગી કર્મચારીઓને સવેતન રજા મળશે

જૂનાગઢ જિલ્લામાં તા. ૧ ડિસેમ્બરના રોજ મતદાનના દિવસે શ્રમયોગી કર્મચારીઓને સવેતન રજા મળશે
જૂનાગઢ : આગામી તા.૦૧/૧૨/૨૦૨૨ના રોજ જૂનાગઢ જિલ્લામાં વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ માટે મતદાન યોજાનાર છે. જેથી ગુજરાત દુકાનો અને સંસ્થા અધિનિયમ-૧૯૪૮, કારખાના અધિનિયમ-૧૯૪૮, બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રકશન વર્કર્સ એક્ટ-૧૯૯૬, કોન્ટ્રાકટ લેબર-૧૯૭૦ હેઠળ નોંધણી થયેલ સંસ્થા/સાઇટ પરના શ્રમયોગીઓ મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તેમજ લોક પ્રતિનિધિત્વ ધારા-૧૯૫૧ ની કલમ-૧૩૫(બી) મુજબ થયેલ સંસ્થા / સાઇટ પરના શ્રકયોગીઓ મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સવેતન રજા આપવાની રહેશે. આ જોગવાઇ અનુસાર જાહેર રજા કરવાને કારણે સંબંધિત શ્રમયોગી / કર્મચારી ઓના પગારમાંથી કપાત કરવાની રહેશે નહી.
જે શ્રમયોગીઓની ગેરહાજરીથી જોખમ ઉભું થવાના સંજોગો/શક્યતા હોય અથવા જે વ્યવસાય અને રોજગાર સાથે સંકળાયેલ હોય તે રોજગારમાં મોટા પ્રમાણમાં નુકશાન થવા સંભવ હોય તેવા કિસ્સામાં અથવા સતત પ્રક્રિયાવાળા કારખાનામાં કામ કરતા શ્રમયોગી / કર્મચારીઓ તેમના મત આપવાનો અધિકાર ભોગવી શકે તે માટે તેમની ફરજના સમયમાંથી મતદાનના સમયગાળા દરમ્યાન ત્રણ થી ચાર કલાકથી વારા-ફરતી મતદાન માટે સવેતન રજા આપવાની રહેશે.
જો કોઇ કારખાનેદાર માલિક કે નોકરીદાતા ઉપરોક્ત જોગવાઇથી વિરુધ્ધ વર્તન કરશે તો ઉપરોક્ત કાયદા હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મતદાનના દિવસે ઉપરોક્ત સંબંધિત કોઇ ફરિયાદ હોય તો જિલ્લાના નોડલ અધિકરી શ્રી એ.આર.સુવા, જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ, જૂનાગઢ, ફોનનં. ૦૨૮૫–૨૬૨૨૧૪૧, જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓની કચેરી, રંગમહેલ, દિવાન ચોક, જૂનાગઢનો સંપર્ક સાધવા જણાવવામાં આવે છે.
રિપોર્ટ : વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
માંગરોળ (જૂનાગઢ)
મો.9173656856
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756