જાફરાબાદના રોહીસા ગામે જુગાર રમતા 3 ઇમસોને મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી LCB

જાફરાબાદના રોહીસા ગામે જુગાર રમતા 3 ઇમસોને મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી LCB
Spread the love

જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનના રોહીસા ગામે જુગાર રમતા ત્રણ ઇમસોને રોકડ, જુગાર સાહિત્ય સહિત કુલ કિં.રૂ.૧૨,૧૭૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ-જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગારના કેસો કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હતું,

અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલનાઓની રાહબરી હેઠળ એલ.સી.બી.ટીમે આજ રોજ તા.૧૬/૧૧/૨૦૨૨ નાં રોજ જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન મળેલ બાતમી હકિકત આધારે રોહીસા ગામે રેઇડ દરમ્યાન ત્રણ ઇસમોને જાહેરમાં જુગાર રમતા રોકડ રકમ તથા જુગાર સાહિત્ય સાથે પકડી પાડી, ત્રણેય ઇસમો સામે જુગારધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરી, પકડાયેલ આરોપીઓ તથા મુદ્દામાલ જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે

→ પકડાયેલ આરોપીઃ-

  1. અરવિંદ કાનાભાઇ બાંભણીયા, ઉ.વ.૨૫, રહે.રોહીસા, તા,જાફરાબાદ, જિ.અમરેલી.
  2. ધીરૂ કસાભાઇ શીયાળ, ઉ.વ.૪૦, રહે.રોહીસા, તા.જાફરાબાદ, જિ.અમરેલી.
  3. મનુ સામતભાઇ બાંભણીયા, ઉ.વ.૪૦, રહે.રોહીસા, તા.જાફરાબાદ, જિ.અમરેલી,

→ પકડાયેલ મુદ્દામાલઃ-

  • રોકડા રૂ.૧૨,૧૭૦/- તથા ગંજીપત્તાના પાના નંગ-૫૨ કિ.રૂ.૦૦/- મળી કુલ કિં.રૂ.૧૨,૧૭૦/- નો મુદ્દામાલ.
  • આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી વી.વી.ગોહિલ તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે.

IMG-20221116-WA0029.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!