થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બંદુક સાથે એક ઈસમને ઝડપી લેતી બનાસકાંઠા LCB

આજ રોજ એલ.સી.બી સ્ટાફના કિસ્મતજી,ભરતજી,નિકુલસિહ, જયપાલસિંહ થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.તે દરમ્યાન બાતમી હકીકત આધારે “જયપાલસિંહ વિક્રમસિંહ વાઘેલા રહે ઉણ તા: કાંકરેજવાળાઓ પોતાના કબજા ભોગવટાના અણદપુરા ગામની સીમમાં ઉણ થી શિયા જતા રોડની બાજુમાં આવેલા મદુપુરા ગામની સીમમાં ખેતરમાં બનાવેલ ઓરડીમાં ગેરકાયદેસર વગર પાસ-પરમીટનું દેશી હાથ બનાવટનું હથિયાર સંતાડી રાખેલ છે, જે બાતમી હકીકત આધારે સદરે હકીકત વાળી જગ્યાએથી આ કામના આરોપી વાઘેલા જયપાલસિંહ વિક્રમસિહ નાં રહેઠાણ કબ્જા માંથી ગે.કા અને વગર પાસ પરમીટનો દેશી હાથ બનાવટની બંદુક નંગ-૧ કિ.રૂ.૩,૦૦૦/ ના મુદ્દમાલ સાથે પકડી થરા પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે,
રિપોર્ટ : જનકસિહ વાઘેલા (થરાદ)