ગોધરાના સાહિત્યકાર ડો કુમાર જૈમિની શાસ્ત્રીનો જન્મ દિવસ અનોખી રીતે ઉજવાયો

ગોધરાના સાહિત્યકાર ડો કુમાર જૈમિની શાસ્ત્રીનો જન્મ દિવસ અનોખી રીતે ઉજવાયો
તાજેતરમાં જ ગોધરા ખાતે જાણીતા સાહિત્યકાર ડો કુમાર જૈમિની શાસ્ત્રીનો જન્મ દિવસ અનોખી રીતે ઉજવવામાં આવ્યો હતો.
જન્મ દિવસની ઉજવણી નિમિત્તે જાણીતા કવિઓ સર્વશ્રી ડો જે એન શાસ્ત્રી, ગાયત્રીબેન ભટ્ટ, સુભાષ દેસાઈ, ઉર્વશા પટેલ, મોહસીન મીર “સ્પર્શ” , મહેન્દ્ર પરમાર “ફોરમ” રાજેન્દ્ર પરમાર ‘ક્ષિતિજ’, વનરાજ સોલંકી નીતાબેન ઉપાધ્યાય તથા જાણીતા ફિલ્મ આર્ટિસ્ટ ઇન્દ્રવદન પરમારે પોતાની કવિતાઓ રજુ કરી હતી. આ કાર્યક્રમમાં સાહિત્યકાર ડો જે એન શાસ્ત્રીના ૬૧માં જન્મ દિવસ નિમિત્તે ૬૧ દીવડા પ્રગટાવીને; ફૂલવર્ષા કરીને; શાસ્ત્રોક્ત રીતે; શ્લોકોના ગાન સાથે, ભારતીય સંસ્કૃતિની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. ગોધરા સ્થિત ‘કુમાર પેલેસ’ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં
રોટરી કલબ ગોધરાના હોદ્દેદારો સહિત ઘોષા શાસ્ત્રી, ઉષાકિરણ શાસ્ત્રી અને ભાવકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે તમામ કવિઓએ સાથે સમૂહમાં અલ્પાહાર લીધો હતો.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યુરોચિફ, દક્ષિણ ગુજરાત.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756