શક્તિપીઠ અંબાજી માં માલધારી દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી

શક્તિપીઠ અંબાજી માં માલધારી દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી
શક્તિપીઠ અંબાજી સરસ્વતી નદીના કિનારે આવેલું હોઈ આ ધામને સરસ્વતી નગરી તરીકે ઓળખવામાં આવે છે. શક્તિપીઠ અંબાજીની વાત કરવામાં આવે તો અંબાજીમાં મોટી સંખ્યામાં વિવિધ સમાજના લોકો વસવાટ કરે છે. અંબાજીમાં ગુજરાતી કરતા રાજસ્થાનના લોકો મોટી સંખ્યામાં વસવાટ કરે છે ત્યારે અંબાજીમાં આ સિવાય આદિવાસી સમાજ અને માલધારી સમાજ પણ મોટી સંખ્યામાં વસવાટ કરે છે. 26 નવેમ્બર આંતરરાષ્ટ્રીય માલધારી દિવસ હોઈ અંબાજીમાં આજે બાઈક રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં માલધારી સમાજ જોડાયો હતો.
દાંતા તાલુકા માલધારી સમાજ દ્વારા આંતરરાષ્ટ્રીય માલધારી દિવસ નિમિત્તે અંબાજી ખાતે ગબ્બર માર્ગ પર આવેલા મંદિર થી વિશાળ બાઇક રેલી યોજાઇ હતી આ રેલી અંબાજીના વિવિધ વિસ્તારમાંથી પસાર થઈ રબારી સમાજ ખાતે પૂર્ણાહુતી થઈ હતી. મોટી સંખ્યામાં રબારી સમાજના ભાઈઓ જોડાયા હતા અને બિન રાજકીય રેલી હોઈ માલધારી સમાજના ભાઈઓ મોટી સંખ્યામાં જોડાઈ પોતાના સમાજની તાકાત બતાવી હતી. બાઈક રેલી પૂર્ણ થયા બાદ ભોજન કાર્યક્રમ યોજાયો હતો.
રિપોર્ટ : અમિત પટેલ અંબાજી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756