વાગરા તાલુકાના મોસમ ગામ નું ગૌરવ

વાગરા તાલુકાના મોસમ ગામ નું ગૌરવ
ભરૂચ જિલ્લા પોલીસ વિભાગમાં ફરજ બજાવતા એએસઆઈ કનકસિંહ ગઢવી ના મોટા દીકરા અનિરુદ્ધસિંહ ગઢવી હાલ અમદાવાદ મહાનગરપાલિકામાં ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવે છે તેમણે હમણાં થોડા મહિના પહેલા તેમને સારી કામગીરીને લીધે સરકાર તરફથી ગર્વ એવોર્ડ મળ્યો ત્યારબાદ ગઈકાલના રોજ ફાયર ઓફિસર અનિરુદ્ધ ગઢવીને અગ્નિસમન વિભાગમાંથી ગુજરાત વિધાનસભાની ચૂંટણી ના બીજા તબક્કા માટે અમદાવાદ શહેરના મુખ્ય અગ્નિ સમન અધિકારી તરીકે નિયુક્ત કર્યા અને અમદાવાદમાં ટ્રાફિક સમસ્યા હોય ત્યારે કેવી રીતે જ્યાં પણ આગ લાગી હોય ત્યાં પહોંચી તાત્કાલિક આગ હોલવવા તથા બચાવ કાર્યમાં કાર્યરત રહેવું તેની તૈયારી કરી જેથી એક સારી કામગીરી માટે એમને એક નિયુક્ત કર્યા એ બદલ એમના પરિવારમાં તથા તેમના ગામ મોસમ માં હર્ષની લાગણી જોવા મળી છે તથા તેમના બીજા પુત્ર અજય ગઢવી હાલ નાગપુર ખાતે ફાયર ઓફિસર નો કોર્સ કરે છે ત્યારે તેમના અભ્યાસ દરમિયાન એનએફએસસી માં તકેદારી જાગૃતિ વિષય પર ક્વિઝ સ્પર્ધા જીતવા બદલ તથા કોલેજમાં પ્રથમ આવ્યા અને ઓલ ઇન્ડિયા ફાયર ચીફ આઈ પી એસ અધિકારી તાજ હસન સર નેશનલ ફાયર સર્વિસ સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડસ મહાન નિર્દેશક અને એનઆઈડીએમના એક્ઝિટિવ ડિરેક્ટર વધારાનો હલાવો ધરાવે છે તેઓ 1987 બેચના આઈ પી એસ આર આર અધિકારી ના હસ્તે અજય ગઢવીએ એવોર્ડ મેળવતા તેમના પરિવારમાં તથા તેમના મિત્ર મંડળમાં તથા તેમના ગામ મોસમ તાલુકો વાગરામાં બંને દીકરાઓની કારકિર્દીથી હર્ષ અને ઉલ્લાસ ની લાગણીઓ અનુભવે છે તેઓ ખૂબ આગળ વધે એવી શુભકામનાઓ તેમના ગામના તથા તેમના પરિવાર તરફથી મળેલ છે.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યુરોચિફ, દક્ષિણ ગુજરાત.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756