લીલીયા સામુહિક આરોગ્ય કેન્દ્ર (સિવિલ હોસ્પિટલ)જતા રસ્તા માં આવતા ફાટક થી લોકો પરેશાન

લીલીયા સામુહિક આરોગ્ય કેન્દ્ર (સિવિલ હોસ્પિટલ)જતા રસ્તા માં આવતા ફાટક થી લોકો પરેશાન
લીલીયા મોટા ના ગ્રામ પંચાયત ના સામાજિક ન્યાય સમિતિ ના ચેરમેન કવિતાબેન એલ બગડા દ્વારા લીલીયા રેલવે સ્ટેશન તેમજ તાલુકા પંચાયત કચેરી ને પત્ર પાઠવી કવિતા બેન બગડા દ્વારા તંત્ર ને અપીલ કરાઈ છે કે લીલીયા તાલુકો છે 37 જેટલાં ગામડાના લોકો આરોગ્ય સેવા લઇ રહ્યા છે ત્યારે લીલીયાના લોકો તેમજ આજુબાજુના ગામના લોકોને લીલીયા ગામના સેન્ટરમાં હોસ્પિટલ ન હોવાથી ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે લીલીયા હોસ્પિટલ જવાના રોડ પર એક રેલવે ફાટક આવેલ એ ફાટક પર રેલવે ની ખૂબ અવર જવર હોય ઘડી ઘડીયે ફાટક બંધ હોય છે આ પ્રાણ પ્રશ્નનું સમાધાન કાં તો ફાટક પાસે ઘરનાળુ બનવું જોઈએ કાતો લીલીયા સિવિલ હોસ્પિટલ લીલીયાના સેન્ટરમાં લાવવી પડે તેવી રજૂઆત કવિતાબેન બગડા દ્વારા કરવા માં આવેલ
રિપોર્ટ : ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756