અંબાજી પોલીસ ફરી આવી વિવાદમાં, સાયબર ક્રાઇમ દ્રારા લાઈનો ખુલ્લી પડી

અંબાજી પોલીસ ફરી આવી વિવાદમાં, સાયબર ક્રાઇમ દ્રારા લાઈનો ખુલ્લી પડી
Spread the love

અંબાજી પોલીસ ફરી આવી વિવાદમાં, સાયબર ક્રાઇમ દ્રારા લાઈનો ખુલ્લી પડી

શક્તિપીઠ અંબાજી સરસ્વતી નદીના કિનારે આવેલું હોવાથી આ તીર્થને સરસ્વતી નગરી તરીકે ઓળખવામાં આવે છે. અંબાજી ખાતે છેલ્લા કેટલાય સમયથી વિદેશી હેરાફેરી નું પ્રમાણ વધવા પામ્યું છે. અંબાજી પોલીસ કુંભકર્ણ ની નિંદ્રામાં જોવા મળી રહી છે. અંબાજી પોલીસમાં હાલ બાઈક ચોરો સામે કોઈજ પગલાં લેવામાં આવતાં નથી. અંબાજીમાં બે દિવસમા અંદાજે પાંચ જેટલી બાઈકો ચોરાઈ ગઇ છે પરંતુ અંબાજી પોલીસ કોઈજ પગલાં ભરતા નથી બીજું છાપરી અને જાંબુડી બોર્ડર પરથી વિદેશી દારૂની લાઈનો ચાલુ થઈ ગઈ છે અને બૂટલેગરો દ્રારા પોલીસને મીઠાઇ આપવામા આવે છે કોડવર્ડ તરીકે, અંબાજી પોલીસ અવારનવાર વિવાદમાં આવી છે. વાત કરવામાં આવે તો વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઈ હતી. તાજેતરમાં અંબાજી થીદાંતા હાઇવે રોડ ત્રિશુલિયા પાસે રોડ ઉપર પીપળાવાળી વાવ નજીક સાઈબર ક્રાઇમ પોલીસ સ્ટેશન સરહદી વિભાગ ભૂજ દ્વારા મોટી સફળતા મળી છે

@@ આ મુદ્દાઓની તટસ્થ તપાસ કરવામાં આવે @@

1.અંબાજી પોલીસમાં શંકા નુ વાદળ ફર્યું, લાઈનો ચાલુ થતાં પોલીસે બૂટલેગરો પર કોઈજ કાર્યવાહી કરી નથી.

2.અંબાજી પોલીસમાં કોની છત્રછાયાથી ચાલી રહી છે દારૂની હેરાફેરી.

3.બે દિવસ અગાઉ સાયબર ક્રાઇમ એ બે ગાડીઓ પકડી પાડતા નોંધાવ્યો ગુનો.

4.અંબાજી નજીક આવેલી જાંબુડી બોર્ડરથી ગાડી નીકળી તો અંબાજી પોલીસ શું કરતી હતી?

5.અંબાજી પોલીસ સ્ટેશનના કયા અધિકારીનો હાથ?

6.અગાઉ પણ બે વાર જાંબુડી બોડર થી નીકળેલી ગાડી સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી.

7.અંબાજી પોલીસ સ્ટેશનના કયા અધિકારી રજા ઉપર ઉતરી ગયા?

8.અંબાજી પોલીસમાં દારૂની લાઈન વહીવટ કોણ કરે છે?

9.જો બધા અધિકારીઓના whatsapp ચેક કરવામાં આવે તો તો મોટા નામ ખુલી શકે છે?

10. સાયબર ક્રાઇમની પોલીસ ફરીયાદમાં જાંબુડી ઠેકાના સંચાલકો અને બુટલેગરો ના નામ ખુલ્યા છે

11. હાલમાં અંબાજીમાં ચાલતી ચર્ચા મુજબ ડેલીની 8 થી 10 ગાડીઓ નીકળતી હોવાની ચર્ચા

 

રિપોર્ટ : અમિત પટેલ અંબાજી

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!