મહુવા તાલુકાના કળસાર સંસ્થામાં આંગણવાડી વર્કર બહેનોને પૂર્વ પ્રાથમિક શિક્ષણની તાલીમ કાર્યક્રમ યોજાઈ

મહુવા તાલુકાના કળસાર સંસ્થામાં આંગણવાડી વર્કર બહેનોને પૂર્વ પ્રાથમિક શિક્ષણની તાલીમ કાર્યક્રમ યોજાઈ ગયો. પીડીલાઈટ ઈન્ડ. લિ.મુંબઈના સહયોગ થી ત્રિવેણી કલ્યાણ ફાઉન્ડેશન,ગ્રામ નિર્માણ સમાજ તેમજ સંકલિત બાળ વિકાસ યોજનાના સયુંકત ઉપક્રમે કળસાર સંસ્થા ખાતે ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાની ૩૫૧ આંગણવાડી પૈકીની ૧૨૫ આંગણવાડી વર્કર બહેનોને તા.૧૬-૧૨-૨૨ ને શુક્રવારના દિવસે ભાવનગર જીલ્લા વિકાસ અધિકારી ડો.પ્રશાંત જીલોવાની ખાસ ઉપસ્થિતિમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ અંતર્ગત કાર્યક્રમ અંતર્ગત બાળ મનો વિજ્ઞાન,બાળ વાર્તા અને બાળ વાર્તાનું સાસ્ત્રની તાલીમ અને બાળકોને પોસ્ટિક આહાર અને તેની જાગૃતિ તેમજ મહત્વ ની બાબતો માતા વાલીઓ સુધી પહોચાડવા યોગ્ય માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કરેલ. આ કાર્યક્રમમાં . ICDS પ્રોગ્રામ ઓફિસર શારદાબેન દેસાઈ,દક્ષિણામૂર્તિ સંસ્થામાં ભાવનગર થી વિપુલભાઈ વ્યાસ અને હેતલબેન વ્યાસ આ તાલીમમાં તજજ્ઞ તરીકે હાજર રહ્યા હતા. સાથે સાથે CDPO ની ટીમ મહુવા તાલુકા કક્ષાએથી હાજર રહી સહકાર આપેલ.કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાની શિક્ષણ ટીમે જહેમત ઉઠાવી હતી,તેમ વિઠલભાઈ સોલંકીએ જણાવ્યું હતું.
રિપોર્ટ : શુક્લ દામનગર.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756