અરવલ્લી: મોડાસા ખાતે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી

આજ રોજ અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે મહાલક્ષ્મી ટાઉનહોલ માં રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિવસ ઉજવણી કરવામાં આવી હતી.
માનનીય રાજ્ય કક્ષાના શ્રી ભીખુસિંહજી પરમાર,અન્ન અને નાગરિક પુરવઠા સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રીના અધ્યક્ષતામાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આજે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિવસ છે. આ સુરક્ષાના મહત્વ અંગે તેમજ ગ્રાહકના અધિકારો અને જવાબદારીઓ વિશે જાગૃતિ લાવવા દર વર્ષે 24મી ડિસેમ્બરે ગ્રાહક સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે ગ્રાહક સંરક્ષણ ઉદ્દેશ્ય ગ્રાહકોના વિવિધ પ્રકારે થતા શોષણ, અયોગ્ય વેપાર પદ્ધતિઓ અને ખામીયુક્ત માલ-સામાન સામે અસરકારક સુરક્ષા પ્રદાન કરવાનો છે.
આ કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લા કલેક્ટરશ્રી ર્ડો. નરેન્દ્રકુમાર મીના દ્વારા સંબોધન કરતા ગ્રાહકના અધિકારો વિશે જણાવતા કહ્યું કે આજે ઓફર આવતી હોય છે અને ઘણી ઑફર્સ અને જાહેરાતથી માર્કેટમાં ફ્રી હોય છે. તો આ વાત દરેકને સ્પર્શે છે અને આ ઓફર્સને સાચી રીતે આપણે સમજવાની કોશિશ નથી કરતા એટલે કદાચ છેતરપિંડીના કેસ વધે છે અને આપણે એનો ભોગ બનીએ છીએ.ગ્રાહક પાસે દરેક ચીજવસ્તુઓ ઉપર પુરી જાણકારી મેળવીને ખરીદી કરશે તેવો સમય હોતો નથી.અને આજે સૌથી વધારે ફ્રોડ અને ફેક કોલથી થાય છે.જે માટે લોકોને જાગૃત કરવામાં આવે છે. કોઈને ઓટીપી કે કોઈ જાણકારી આપવી ના જોઈએ. પણ તેમછતાં ફ્રોડના કેસ વધ્યા છે.આપણે જયારે લોન કે કોઈ ફાઇનાન્સીયલ મદદ કોઈ કંપની પાસે લઈએ છીએ તો પુરી જાણકારી હોવી જોઈએ. અને જયારે કોઈ લોભામણી લાલચમાં ફસાઈને છેતરપિંડીનો ભોગ બનતા બચવું જોઈએ.જાગૃત ગ્રાહક તરીકે કોશિશ કરીએ અને બીજાને જાગૃત કરીએ.
આ કાર્યક્રમમાં માનનીય મંત્રીશ્રી દ્વારા સંબોધન કરતા જણાવ્યું ગ્રાહકોના અધિકારોનું રક્ષણ એ કઠિન કાર્ય છે. છતાં રાજ્ય અને કેન્દ્ર સરકારે અનેકવિધ અભિયાનો દ્વારા ગ્રાહકહિતોની જાળવણી કરી છે.વધુમાં ઘણીવાર અખબારોમાં અને સોશ્યલ મીડિયામાં પ્રતિદિન ગ્રાહકો સાથે થતી છેતરપિંડીના સામાચાર જોવા મળે છે. ગ્રાહકોમાં જોવા મળતી જાગૃત્તિ તેમજ ગ્રાહક અધિકારો વિષેની જાણકારીનો અભાવ પણ આ માટે જવાબદાર છે. એટલા માટે જ રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિનનું મહત્વ વધી જાય છે. જેથી ગ્રાહકોના અધિકારોનું સન્માન થાય અને જાગૃતતા વધે એ મુખ્ય ઉદ્દેશ છે.
આ કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લા કલેક્ટરશ્રી, નગરપાલિકા પ્રમુખશ્રી જલ્પાબેન ભાવસાર,અરવલ્લી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી લાલસિંહ ચૌહાણ, ગ્રાહક તકરાર નિવારણ અયોગના પ્રમુખશ્રી એ. એસ. ગઢવી, અરવલ્લી જિલ્લા ગ્રાહક સુરક્ષા પરિષદ પ્રમુખશ્રી સિરાજ મનસુરી તેમજ જિલ્લાના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ:-અર્પણ રાઠોડ (અરવલ્લી)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756