ડભોઈ ખાતે વિધાનસભા ના ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા ના સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું

ડભોઈ ખાતે વિધાનસભા ના ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા ના સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું
Spread the love

ડભોઈ વિધાનસભા ની ચૂંટણી માં જંગી બહુમતી સાથે વિજય મેળવી ડભોઇ ના રાજકારણ માં ઇતિહાસ સર્જનાર શૈલેષભાઇ મહેતા નું આજરોજ ડભોઇ જયસ્વાલ પાર્ટી પ્લોટ ખાતે ભારતીય જનતા પાર્ટી ના હોદેદારો તેમજ કાર્યકરો દ્વારા સન્માન સમારોહ રાખવામાં આવ્યો હતો.ડભોઇ વિધાનસભા બેઠક પર 21000 મતો ના માર્જિન થી વિજયી થઈ ભારતીય જનતા પાર્ટી એ ડભોઇ માં હેટ્રિક કરતા સતત ત્રણ ટર્મ થી જીતી ડભોઇ માં ઇતિહાસ સર્જ્યો છે.તેમજ ભારતીય જનતા પાર્ટી એ ડભોઇ બેઠક પર રિપિટ કરતા શૈલેષ મહેતા પર વિશ્વાસ વ્યક્ત કરતા ડભોઇ માં ચૂંટણી ના મેદાન આ ઉતાર્યા હતા.જે વિશ્વાસ પર ખરા ઉતરતા શૈલેષ મહેતા એ પ્રચંડ જીત હાંસલ કરી ડભોઇ વિધાનસભા માં ભગવો લહેરાવતા ડભોઇ ખાતે આજરોજ તેઓનું સન્માન સમારોહ રાખવામાં આવ્યો હતો.આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી તેમજ માજી સાંસદ ભરતસિંહ પરમાર,વડોદરા જિલ્લા કાર્યકારી પ્રમુખ ડોક્ટર બી.જે બ્રહ્મભટ્ટ, વડોદરા જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન અશ્વિન વકીલ, તાલુકા પ્રમુખ દિનેશભાઈ પટેલ, શહેર પ્રમુખ ડોક્ટર સંદીપ શાહ, મહામંત્રી ડોક્ટર મહેન્દ્રભાઈ શાહ, સુખદેવભાઈ પાટણવાડીયા, તાલુકા પંચાયત પ્રમુખ લોપા બેન પટેલ,ઉપ પ્રમુખ યગ્નેશચંદ્ર ઠાકોર,ડભોઇ નગરપાલિકા પ્રમુખ કાજલબેન,ઉપ.પ્રમુખ એમ.એચ.પટેલ,ડભોઇ શહેર મહામંત્રી અમિત સોલંકી,વંદન પંડ્યા સહિત મોટી સંખ્યા માં કાર્યકરો હોદેદારો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહી ધારાસભ્ય શૈલેષ મહેતા નો સન્માન કરવામાં આવ્યું હતું.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

IMG_20221224_143941.jpg

Avatar

ચિરાગ તમાકુવાલા

Right Click Disabled!