મોટા માણસા ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા સાત ઇસમોને ઝડપી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

નાગેશ્રી પોલીસ સ્ટેશનના મોટા માણસા ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા સાત ઇસમોને કુલ કિં.રૂ.૩૩,૪૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ
ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ-જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગારના કેસો કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હતું,
અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી.ટીમ ગઇ કાલ તા.૨૩/૧૨/૨૦૨૨ નાં નાગેશ્રી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકિકત આધારે નાગેશ્રી પોલીસ સ્ટેશનના મોટા માણસા ગામે રોડ તરફ સીમ વિસ્તારમાં જાહેરમાં પૈસા પાનાથી હારજીતનો જુગાર રમતા સાત ઇસમોને જુગાર રમતા રોકડ રકમ તથા જુગાર સાહિત્ય સાથે પકડી પાડી, સાતેય ઇસમો સામે જુગારધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરી, પકડાયેલ આરોપીઓ તથા મુદ્દામાલ નાગેશ્રી પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે
→ પકડાયેલ આરોપીઃ-
(૧) માંડણભાઈ કાનાભાઇ સોલંકી, ઉ.વ.૩૫, રહે.વડલી, તા.જાફરાબાદ, જિ.અમરેલી.
(૨) અબુભાઇ હસનભાઇ મન્સુરી, ઉ.વ.૫૫, રહે.ટીંબી, તા.જાફરાબાદ, જિ.અમરેલી, (૩) જોગુભાઇ બાપુભાઇ પરમાર, ઉ.વ.૪૨, રહે.ગાંગડા, તા.ઉના, જિ.ગીર સોમનાથ. (૫) દીલુભાઇ બદરૂભાઇ વરૂ, ઉં.વ.૪૫, રહે.ઘેસપુર, તા.જાફરાબાદ, જિ.અમરેલી. (૬) છોટુભાઈ બાલુભાઇ હસનાણી, ઉ.વ.૪૩, રહે.ગાંગડા, તા.ઉના, જિ.ગીર સોમનાથ.
(૪) બાવકુભાઇ નનકુભાઇ વરૂ, ઉ.વ.૫૦, રહે.મોટા સાકરીયા, તા.જાફરાબાદ, જિ.અમરેલી.
(૭) કિશોરભાઇ રાણીંગભાઇ વરૂ, ઉ.વ.૫૦, રહે.હેમાળ, તા.જાફરાબાદ, જિ.અમરેલી,
→ પકડાયેલ મુદ્દામાલઃ-
રોકડા રૂ.૩૩,૪૦૦/- તથા ગંજીપત્તાના પાના નંગ-૫૨ કિ.રૂ.૦૦/- મળી કુલ કિં.રૂ.૩૩,૪૦૦/- નો મુદ્દામાલ.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી વી.વી.ગોહિલ તથા એલ.સી.બી. ટીમના એ.એસ.આઇ. બહાદુરભાઈ વાળા, તથા પો.કોન્સ. વિનુભાઇ બારૈયા, યુવરાજસિંહ વાળા, લીલેશભાઇ બાબરીયા, ગોકળભાઇ કળોતરા, દ્વારા કરવામાં આવેલ છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756