ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટના બાળકોએ ક્રિસમસની ઉજવણી ફાઈવ સ્ટાર હોટેલમાં કરી

ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટ જામનગર દ્વારા વિવિધ ક્ષેત્રે સેવાકીય કામગીરી છેલ્લા ૨૫ વર્ષે થી ચાલી રહી છે જેમ કે હેપ્પી ચિલ્ડ્રન સેન્ટર (૩૦૦ વંચિત બાળકોને ૩૬૫ દિવસ માટે શિક્ષણ), ફાઈટ અગેઇનસ્ટ કોવીડ-૧૯ અભિયાન (જામનગરના વિવિધ પછાત વિસ્તારોમાં તેમજ ગામડાઓમાં જન જાગૃતિ કાર્યક્રમ અને સોશિયલ મીડિયા/પ્રિન્ટ મીડિયા અને ઓનલાઈન શિક્ષણ દ્વારા કોરોના વિષે જાગૃતિ ફેલાવીને લોકોને કોરોના વિષે ની વૈજ્ઞાનિક માહિતી પૂરી પાડવામાં આવે છે), “યુથ સપોર્ટ સેન્ટર” (કોવિડ -૧૯ ને લીધે બેરોજગાર થયેલા ને રોજગારી માટે ઓનલાઈન મદદ), પ્રોટેક્ટ ગર્લ (૧૦૦૦૦ દીકરીઓને સેનેટરી નેપકીન અને મેન્ત્રુઅલ અવેરનેસ), ગ્રીન કોમ્યુનિટી (પર્યાવરણ બચાવવા વિવિધ પ્રવૃતિઓ), કોમન સર્વિસ સેન્ટર (સરકારી વિવિધ સેવાઓની સગવડ), પ્લાસ્ટિક ફ્રી જામનગર અભિયાન (ઇકો-બ્રિકસ અને અન્ય જાગૃતિ કાર્યક્રમ), ચૈતન્ય ટેલરીંગ કોલેજ તેમજ એમ પી શાહ કમ્પ્યુટર સેન્ટર (વોકેશનલ ટ્રેઈનીંગ) વગેરે પ્રવૃતિઓ ચાલે છે.
જામનગરમાં છેલ્લા ૨૫ વર્ષ થી જુદા જુદા પછાત વિસ્તારમાં શિક્ષણ ના સેવા યજ્ઞ દ્વારા બાળકોનું જીવન સ્તર ઉચું આવે તે માટે હેપ્પી ચિલ્ડ્રન સેન્ટર કાર્યરત છે આ બાળકોએ આ વખતે ક્રિસમસ ની ઉજવણી જામનગરની અદ્યતન હોટેલ શ્રીજી સયાજી ખાતે ગયા વર્ષ ની જેમ શાનદાર રીતે કરેલ હતી. આ તકે મેનેજીંગ ડાયરેક્ટર ભરત મોદી, અયાઝ મલેક (ડાયરેક્ટર ઓફ ઓપરેશન), અમન શ્રીવાસ્તવ (એચ આર મેનેજર) વગેરે એ બાળકોને અને સંસ્થા ના આયોજકો હિતેશ-પંડ્યા અને કાજલ પંડ્યા અને સ્ટાફ ટીચર ને આવકારેલ હતા અને વિશેષ ઉપસ્થિત રહી પ્રોત્સાહિત કરેલ હતા તેમજ ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટ જામનગર ની વિવિધ પ્રવૃત્તિ ઓ ની માહિતી મેળવેલ હતી.. દરેક બાળકો એ સવાર થી હોટેલ ના ભવ્ય બેન્કવેટ હોલ માં મ્યુઝીકલ ચેર, પાસીંગ ધ બોલ તેમજ જુદી જુદી રમત હોટેલ સ્ટાફ દ્વારા રમાડવામાં આવેલ હતી, તેમજ ડાન્સ, મસ્તી અને ધમાલ માટે આયોજન કરવામાં આવ્યું હતું, બાળકો ખુબ નાચ્યા, રમ્યા અને શાન્તાક્લોઝ ના હાથે વિવિધ ચોકલેટ અને રીટર્ન ગીફ્ટ પણ મેળવીને ખુસખુશાલ થઇ ગયા હતા, ઉપરાંત જુદા જુદા પીણા અને સ્વાદિષ્ટ ભોજન થી બાળકો ખુબ જ આનંદિત થયા હતા અને ક્રિસમીસ ની અનોખી અને યાદગાર ઉજવણી કરી ને મોજ કરેલ હતી. કુલ ૩૦ બાળકો એ ભાગ લીધેલ હતો.