દાંતા બાર એસોશીએશન દ્રારા વકીલની ખોટી ફરિયાદને પગલે વિરોધ દર્શાવ્યો

દાંતા બાર એસોશીએશન દ્રારા વકીલની ખોટી ફરિયાદને પગલે વિરોધ દર્શાવ્યો
શક્તિપીઠ અંબાજી સરસ્વતી નદીના કિનારે આવેલું છે એટલે આ ધામને સરસ્વતી નગરી તરીકે ઓળખવામાં આવે છે. અંબાજી ખાતે કાયદો વ્યવસ્થા જળવાય તે માટે પોલીસ સ્ટેશન આવેલું છે. અંબાજી આસપાસ અને અંબાજી ટાઉન વિસ્તારમાં પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ અને ગુનાખોરી ડામવા માટે પ્રયાસ હાથ ધરાય છે. પરંતુ અમુક દાખલાઓમાં અંબાજી પોલીસની કામગીરી શંકા પદ જોવા મળી રહી છે. અંબાજી પોલીસ દ્વારા સાચી હકીકત જાણ્યા વિના અંબાજીના સ્થાનિક વિકાસ અગ્રવાલ એડવોકેટ સામે જે પોલીસ ફરિયાદ ઉમેશ ગોસ્વામી દ્વારા દાખલ કરવામાં આવી છે તે આખી હકીકત સત્ય થી વેગળી હોય તેવું લાગી રહ્યું છે. આ ઘટનાને લઈને દાંતા બાર એસોસિએશન દ્વારા પણ ઘટનાને વખડવામાં આવી છે અને વકીલને ન્યાય મળે તે માટે રજૂઆત પણ કરવામાં આવી છે.
ઠરાવ નંબર ૬/૨૨/૩
આજથી ઠરાવ કરવામાં આવે છે કે આજરોજ 26 /12/ 22ના રોજ વકીલ શ્રી વિકાસ જે અગ્રવાલ ની અરજી મળેલ હોય તે બાબતે ચર્ચા વિચારણા કરી નીચે મુજબ ઠરાવ કરવામાં આવે છે વકીલ શ્રી વિકાસ જે અગ્રવાલ ઉપર તેમની અરજીમાં જણાવ્યા મુજબ તારીખ 22 /122022 ના રોજ રાત્રિ દરમિયાન તેમના ઉપર જીવલેણ હુમલો કરીને તેમના વિરુદ્ધ અંબાજી પોલીસ સ્ટેશનમાં આરોપીઓએ ખોટી ફરિયાદ કરેલી હોઇ તે બાબતે ચર્ચા વિચારણા કરવા વકીલ શ્રી વિકાસ જે અગ્રવાલ ના ઓકે તારીખ 21/ 12 /2022 ના રોજ હાલના અંબાજી પોલીસ સ્ટેશન ગુના નંબર 11195002220529/2022ના ફરિયાદી ઉમેશ ગીરી ગોસ્વામી સામે દાંતા કૉટ મુકામે ક્રિમિનલ કેસ નંબર 825/2022 મા ફરિયાદી તરફે વકીલાત પત્ર તારીખ 21 /12 /2022 ના રોજ મુકેલ છે જેમાં હાલના ફરિયાદી ઉમેશ ગીરી આરોપી છે જેથી આ બાબતે અદાવત રાખી ફરિયાદી એ વકીલ શ્રી ઉપર તેમના ઘરે જઈએ ને 22/ 12/ 2022 ના રોજ હુકમ બો કરેલ આ બાબતે દાંતા બારના વકીલ શ્રી ઓએ સ્પષ્ટ પર ને વિરોધ નોંધાવેલો હોઇ આ બાબતે તટસ્થ ન્યાયિક તપાસ થવા રજુઆત કરવામાં સવૉનુમતે ઠરાવવામાં આવેલ છે.
@@ આ મુદ્દો પણ મહત્વનો છે @@
થોડા દિવસ અગાઉ અંબાજી પોલીસ સ્ટેશનમા શિલ્પાબેન દ્વારા તેમના પતિ પર 498ની ફરિયાદ કરવામાં આવી હતી તે કેસ મા વકીલ દાંતા કોર્ટ માં વિકાસભાઈ જે. અગ્રવાલ એ વકીલાત પત્ર મુકતા ઉમેશગીરી ગોસ્વામી દ્રારા વકીલ શ્રી ના ધરે જઈને હુમલો કરવામાં આવ્યો હતો.
રિપોર્ટ : અમિત પટેલ અંબાજી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756