અરવલ્લી: મોડાસા ખાતે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અન્વયે કેશ ક્રેડિટ કેમ્પ યોજાયો

અરવલ્લી: મોડાસા ખાતે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અન્વયે કેશ ક્રેડિટ કેમ્પ યોજાયો
Spread the love

આજ રોજ અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અન્વયે કેશ ક્રેડિટ કેમ્પમાં યોજાયો હતો. જેમાં રાજ્ય કક્ષાના મંત્રીશ્રી ભીખુસિંહજી પરમારે હાજરી આપી હતી.

રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અન્વયે આજરોજ મોડાસાના ટાઉનહોલ ખાતે સ્વ સમૂહ જૂથોને સામૂહિક ચેક વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. માનનીય રાજ્ય કક્ષાના શ્રી ભીખુસિંહજી પરમાર,અન્ન અને નાગરિક પુરવઠા સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રીના અધ્યક્ષતામાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.લોકોના જીવનને ઉજ્જવળ બનાવવાના સરકાર ના સાહસને આગળ ધપાવ્યું. જેમાં સ્વસહાય જૂથને લાખોની આર્થિક સહાય આપતા ચેક અર્પણ કરવામાં આવ્યા. સિલાઈ, નર્સરી, મહિલા ઉધોગ સાથે સંકળાયેલા સમૂહને લાભ આપવામાં આવ્યો છે.

મહિલાઓને આત્મનિર્ભરતાના પાઠ સમજાવતા મંત્રીશ્રી ભીખુસિંહ પરમારે જણાવ્યું કે અરવલ્લી જિલ્લામાં ગ્રામીણ ક્ષેત્રે મહિલાઓને પગભર બનાવવા સરકાર કટિબદ્ધ છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ મહીલાઓ માટે અનેક યોજનાઓ અમલમાં મુકી છે જે લોકો સુધી પહોંચાડવા જિલ્લા તંત્ર સતત પ્રયાસ કરે છે.સખી મંડળોને વગર વ્યાજે લોન આપી તેમને આત્મનિર્ભર બનાવવા પ્રયાસો કરાયા છે. નારીને નારાયણી બનાવવાનું કામ સરકાર કરી રહી છે. સુશાશનથી દરેકને તેમનો હક ઘર બેઠે મળે તેનું સરકાર ધ્યાન રાખે છે.

આ કાર્યક્રમમાં મંત્રીશ્રી ભીખુસિંહજી પરમાર ,સાબરકાંઠા સાંસદશ્રી દીપસિંહ રાઠોડ,ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર. એન. કુચારા,નિવાસી અધિક કલેક્ટરશ્રી એન.ડી. પરમાર,જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી લાલસિંહ ચૌહાણ,બાયડ ધારાસભ્યશ્રી ધવલસિંહ ઝાલા તેમજ અન્ય પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં સખી મંડળની મહિલાઓની ઉપસ્થિતીમાં કાર્યક્રમ યોજાયો.

રિપોર્ટ:-અર્પણ રાઠોડ (અરવલ્લી)

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!