સાયકલ યાત્રા કરી રહેલ એવા શ્રી પ્રકાશ ડાભી દ્વારા નોબલ હેન્ડસ ફાઉન્ડેશન,આણંદની મુલાકાત લેવામાં આવી.

સાયકલ યાત્રા કરી રહેલ એવા શ્રી પ્રકાશ ડાભી દ્વારા નોબલ હેન્ડસ ફાઉન્ડેશન,આણંદની મુલાકાત લેવામાં આવી.
પોઝિટીવ પ્રકાશ અભિયાન હેઠળ “સબકો અપનાઓ, માનવતા બઢાઓ” ના વિચાર સાથે સાયકલ યાત્રા દ્વારા જાગૃતિ અભિયાન ભાવનગર જીલ્લાના ઉમરાળાથી ગાંધી આશ્રમ થઇને દાંડીયાત્રાના દાંડીથી સમગ્ર દક્ષિણ ગુજરાતમાં કુલ 2000 કિલોમીટરથી વધુની સાયકલ યાત્રા કરી રહેલ એવા શ્રી પ્રકાશ ડાભી – સામાજિક કાર્યકર અને એડવોકેટ જેઓએ આણંદ જીલ્લામાં આવેલ નોબલ હેન્ડ્સ ફાઉન્ડેશન ની મુલાકાત લીધી હતી અને માનવતાના સંદેશને લોકો સુધી કેવી રીતે પહોંચે તેના પર ચર્ચાવિચારણા કરવામાં આવી હતી.
પ્રકાશ ડાભી જેઓનો મુખ્ય વિચાર
એક યાત્રા “સ્વીકાર” ઔર
“સન્માન” કી ઔર છે. તેઓ છેલ્લા સાત વર્ષથી પોઝિટીવ પ્રકાશ અભિયાન અંતર્ગત સમાજ ઉત્થાન માટે અલગ અલગ પ્રવૃતિઓ કરાવવામાં આવે છે જેમાં મુખ્યત્વે શિક્ષણ, આરોગ્ય, મહિલા, બાળકો, આદિવાસી, દલિતો, દિવ્યાંગો વગેરેનો સમાવેશ થાય છે.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યુરોચિફ, દક્ષિણ ગુજરાત.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300