સૌરાષ્ટ્ર – કચ્છ સ્વરચિત કાવ્ય પઠન સ્પર્ધા સફળ રીતે પૂર્ણ થયો.

સૌરાષ્ટ્ર – કચ્છ સ્વરચિત કાવ્ય પઠન સ્પર્ધા સફળ રીતે પૂર્ણ થયો.
Spread the love

શ્રી મનુભાઈ વોરા મેમોરિયલ ફાઉન્ડેશન તેમજ સિઝન્સ સ્ક્વેર ચેરીટેબલ ટ્રસ્ટ – રાજકોટ ‌દ્વારા આયોજીત ઓપન સૌરાષ્ટ્ર – કચ્છ સ્વરચિત કાવ્ય પઠન સ્પર્ધા સફળ રીતે પૂર્ણ થયો.

રાજકોટ શ્રી મનુભાઈ વોરા મેમોરિયલ ફાઉન્ડેશન તેમજ સિઝન્સ સ્ક્વેર ચેરીટેબલ ટ્રસ્ટ – રાજકોટ ‌દ્વારા આયોજીત ઓપન સૌરાષ્ટ્ર – કચ્છ સ્વરચિત કાવ્ય પઠન સ્પર્ધા સફળ રીતે પૂર્ણ થયો.શ્રી મનુભાઈ વોરા અને સિઝન્સ સ્ક્વેર ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત ઓપન સૌરાષ્ટ્ર – કચ્છ સ્વરચિત કાવ્ય પઠન સ્પર્ધા આજરોજ પૂર્ણ થઈ. ૨૧ સ્પર્ધકોને પસંદ કરવામાં આવેલ હતા તેમાંથી ૧૮ સ્પર્ધકોએ ફાઇનલ માં ભાગ લીધો હતો. સૌ પ્રથમ શરૂઆત દીપ પ્રાગટય થી કરવામાં આવી. નિર્ણાયક શ્રી સંજુભાઈ વાળા – પ્રતિષ્ઠિત કવિ, શ્રી આર.પી.જોષી – કવિ, શ્રી વસંતભાઈ જોષી – કવિ અને લેખક (આકાશવાણી રાજકોટ) તેમજ શ્રી હર્ષદ દવે દ્વારા વિજેતા જાહેર કરવામાં આવ્યા. કવિયિત્રી માં – પ્રથમ ક્રમાંક શ્રી જશુબેન બકરાણીયા, દ્વિતિય ક્રમાંક, ક્રિષ્નાબેન ગોરખા, તૃતીય ક્રમાંક મૈથિલીબેન ત્રિપાઠી તેમજ કવિ સ્પર્ધકો માં પ્રથમ ક્રમાંક મીનુંભાઈ જસદણવાળા, દ્વિતિય ક્રમાંક શ્રી વિનોભાઈ માણેક તેમજ ત્રીતિય ક્રમાંક જયદીપભાઈ લશ્કરી ને વિજેતા જાહેર કરવામાં આવ્યા ત્યારબાદ શિલ્ડ તેમજ પ્રમાણપત્ર દ્વારા વિજેતા ને પુરસ્કાર આપવામાં આવ્યા. ઉપસ્થિત દરેક સ્પર્ધકોને પ્રમાણપત્રો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. શ્રી સતીષભાઈ મહેતા ના સાથ સહકાર હેઠળ સમગ્ર આયોજન શ્રી ભૂષિત શુક્લ તેમજ શ્રી જોગીન પંડ્યા દ્વારા કરવામાં આવેલ હતું. અતિથિ વિશેષ તરીકે ડો. દર્શન ભટ્ટ – કન્સલ્ટન્ટ ઓટો ન્યુરોલોજિસ્ટ,શ્રી અનુપમભાઈ દોશી – સંયોજક સાહીત્ય સેતુ – રાજકોટ, શ્રી મિત્તલભાઈ ખેતાણી – રાષ્ટ્રીય સલાહકાર તેમજ પશુપાલન મંત્રાલય ભારત સરકાર, શ્રી જશવંતભાઇ ખાખરીયા – બિઝનેસમેન દારેસલામ તાંઝાનિયા, શ્રી દિપભાઈ લોઢીયા – પ્રમુખ ઓમદરમાન ઇન્ડિયન કલબ તેમજ શ્રી શૈલેષભાઈ ટેવાણી – કવિ,લેખક,નાટ્યકાર ઉપસ્થિતી માં આભાર વિધિ સાથે સફળ રીતે કાર્યક્રમની પૂર્ણાહૂતિ કરવામાં આવી હતી. કાર્યક્રમના ઉદઘોષક તરીકે શ્રી મુનીષભાઈ ગુસાણી દ્વારા સુંદર અયોજન પાર પડ્યું હતું.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

 

WhatsApp-Image-2023-01-01-at-10.40.47-PM.jpeg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!