શાખપુર – પાડરશીંગા મંજુર થયેલ પાણી પુરવઠા સંપ નું કામ ઉનાળા પહેલા કરો પાણી પુરવઠા મંત્રી બાવળિયા સમક્ષ સરપંચ ની માંગ

શાખપુર – પાડરશીંગા મંજુર થયેલ પાણી પુરવઠા સંપ નું કામ ઉનાળા પહેલા કરો પાણી પુરવઠા મંત્રી બાવળિયા સમક્ષ સરપંચ ની માંગ
દામનગર ના શાખપુર અને પાડરશીંગા ગામે મંજુર થયેલ સંપ નું કામ ઉનાળા પહેલા કરવા રાજ્ય સરકાર ના પાણી પુરવઠા મંત્રી સમક્ષ માંગ કરતા સરપંચ શાખપુર અને પાડરશીંગા ગામે પાણી પુરવઠા દ્વારા ભૂગર્ભ સંપ મંજુર થયેલ હોય જેના ટેન્ડરની પ્રક્રિયા પણ પૂર્ણ થયેલ હોય જુના ભાવ પ્રમાણે મંજૂર થયેલ હોય જેથી કોન્ટ્રાક્ટર દ્વારા કામ ની ના પડતા હોય જે બાબતે શાખપુર સરપંચ શ્રી જશુભાઈ ખુમાણે પાણી પુરવઠા મંત્રી કુવરજીભાઈ બાવળીયા સમક્ષ પત્ર દ્વારા લેખિતમાં રજૂઆત કરી વહેલી તકે શાખપુર અને પાડરશીંગા વહેલી તકે ભૂગર્ભ સંપનું કામ ચાલુ થાય તેવી રજૂઆત કરી છે ઉનાળા પહેલા રિટેન્ડરીગ કરી ઉનાળા પહેલા પાણી પુરવઠા વિભાગ દ્વારા સંપ નિર્માણ કરાય તેવી માંગ કરાય છે
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300