તળાજા તાલુકાના ઘાટરવાળા ગામ ખાતે પીવાના પાણીની પાઇપલાઇન નું લોકાર્પણ કરવામાં આવ્યું

તળાજા તાલુકાના ઘાટરવાળા ગામ ખાતે પીવાના પાણીની પાઇપલાઇન નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઠળિયા થી ઘાટરવાળા આવેલી આ પાઇપલાઇનના ઉદ્ઘાટન કાર્યક્રમ તળાજા વિસ્તારના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ તેમજ જિલ્લા પંચાયતના દંડક મંગાભાઈ બાબરીયા, વિનુભાઈ બિલ્ડર, પ્રતાપભાઈ મોભ, જોરસંગભાઈ પરમાર, રાણાભાઇ સોલંકી સહિત ભાજપના પદાધિકારીઓ , ગામજનો ની હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો હતો. સાથો સાથ ઘાટરવાળા ગામની પ્રાથમિક શાળા ખાતે નવા બનેલા શેડનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની આભાર વિધિ ચાપરાજભાઈ મોભે કરી હતી.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300