ઇસાપર ગામે ઘરફોડ ચોરી કરનાર ઇસમને ઝડપી પાડી ગુનો ડીટેકટ કરતી અમરેલી એલ.સી.બી. ટીમ

બાબરા તાલુકાના ઇસાપર ગામે ઘરફોડ ચોરી કરનાર ઇસમને પકડી પાડી, રોકડ રકમ, સોના ચાંદીના દાગીના મળી કુલ કિં.રૂ. ૭,૦૮,૦૩૦/- નો મુદ્દામાલ રીકવર કરી, ઘરફોડ ચોરીનો ગુનો ડીટેકટ કરતી અમરેલી એલ.સી.બી. ટીમ
ગુન્હાઓની વિગત –
ગઇ તા.૨૭/૧૨/૨૦૨૨ ની પહેલી સવારના બાબરા તાલુકાના ઈસાપર ગામે ગોવિંદભાઇ ભગવાનજીભાઇ
સોલંકી, ઉં.વ.૬૯, ધંધો – ખેતીકામ, રહે.ઇસાપર, તા.બાબરા, જિ.અમરેલી વાળાના રહેણાંક મકાનના રૂમનું કોઇ ચોર ઇસમ તાળુ તોડી, રૂમમાં પ્રવેશ કરી, રૂમમાં રાખેલ અનાજ ભરવાની લોખંડની પેટીનું તાળુ તોડી, તેમાં રાખેલ રોકડ રકમ તથા સોના ચાંદીના દાગીનાની ચોરી કરી લઇ જઇ ગુનો કરેલ હોય, જે અંગે ગોવિંદભાઇ ભગવાનજીભાઇ સોલંકીએ અજાણ્યા આરોપી વિરૂધ્ધ ફરિયાદ આપતા બાબરા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૮૨૨૦૯૫૧/૨૦૨૨ આઇ.પી.સી. કલમ ૪૫૭, ૩૮૦ મુજબનો ગુનો રજી. થયેલ, ભાવનગર રેન્જ આઈ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા અનીટેક્ટ ગુનાઓ ર્કીટેક્ટ કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓએ અમરેલી જિલ્લામાં બનવા પામેલ મિલકત સબંધી ગુનાઓના આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અને વણશોધાયેલ ગુનાઓ ડીટેક્ટ કરવા અમરેલી એલ.સી.બી. ટીમને માર્ગદર્શન આપેલ હોય,
જે અન્વયે અમરેલી એલ.સી.બી. પો.ઇન્સ.શ્રી એ.એમ.પટેલ નાઓની રાજ્બરી હેઠળ એલ.સી.બી ટીમ દ્વારા ઉપરોકત ગુનાના અજાણ્યા આરોપી અંગે સઘન તપાસ હાથ ધરવામાં આવેલ અને ગઇ કાલ તા.૦૯/૦૧/૨૦૧૩ નાં રોજ બાબરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન મળેલ બાતમી હકિકત આધારે બાબરા બસ સ્ટેન્ડમાંથી એક ઇસમને પકડી પાડેલ અને તેની પાસેથી ઉપરોકત ચોરીમાં ગયેલ રોકડ રકમ તથા સોના ચાંદીના દાગીના મળી આવતા, પકડાયેલ ઇસમને ચોરીના મુદ્દામાલ સાથે આગળની કાર્યવાહી થવા બાબરા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
પકડાયેલ આરોપીની વિગતઃ-
સુરેન્દ્ર ઉર્ફે સુમલ કિશનભાઇ બામણીયા, ઉં.વ.૨૩, ધંધો,ખેત મજુરી, રહે.મુળ ધોઘસીયા, તડવી ફળીયું, તા.જોબટ, જિ.અલીરાજપુર, મધ્યપ્રદેશ, હાલ રહે.જીવાપર ગામ, કિશોરભાઈ જાદવભાઈ બોદરની વાડીએ, તા,જસદણ, જિ.રાજકોટ
રીકવર કરેલ મુદ્દામાલની વિગતઃ-
(૧) રોકડા રૂ. ૫,૫૦,૦૦૦/-
(૨) સોનાની ભમરી કડી, નંગ-૪, વજન ૬.૨૮ ગ્રામ, કિ,રૂ ૨૮,૦૦૦/- (૩) સોનાના કાનમાં પહેરવાના કાપ, નંગ-૨, વજન ૧૦ ગ્રામ, કિ.રૂ.૪૫,૯૦૦/-
(૪) સોનાના કાનમાં પહેરવાનો ડુલ, નંગ-૧, વજન ૨ ગ્રામ, કિ.રૂ.૭,૬૫૦/- (૫) સોનાની કાનમાં પહેરવાની પોખાની (ટોટી) નંગ-૨, વજન ૧૦ ગ્રામ, કિ.રૂ.૪૦,૮૦૦/- (૬) સોનાના કાનમાં પહેરાવના કાપ, નંગ-ર, વજન૭ ગ્રામ, કિં.રૂ.૨૬,૭૭૫/-
(૭) ચાંદીનું કડલું નંગ-૧. વજન-૧૫૯ ગ્રામ, કિ.રૂ.૮,૨૫૫/-
(૮) ચાંદીના કાપના બોલ્ટ નંગ-૨ તથા ચાંદીની સાંકળી નંગ-ર, વજન ૧૭.૧૭ ગ્રામ, કિ.રૂ.૬૫૦/- મળી કુલ કિં. રૂ.૭,૦૮,૦૩૦/- નો મુદ્દામાલ.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી વી.વી.ગોહિલ તથા અમરેલી એલ.સી.બી.ના એ.એસ.આઇ. જાવિદભાઇ ચૌહાણ, પોપટભાઇ ટોટા તથા પો.કોન્સ. રાહુલભાઈ ઢાપા, નિકુલસિંહ રાઠોડ, ભાવીનગીરી ગૌસ્વામી, તુષારભાઇ પાંચાણી, હરેશભાઈ કુંવરદાસ, અશોકભાઇ સોલંકી દ્વરા કરવામાં આવેલ છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300