દિવ્યાંગ બાળકોનો સાધન સહાય કેમ્પ યોજાયો

દિવ્યાંગ બાળકોનો સાધન સહાય કેમ્પ યોજાયો
Spread the love

દિવ્યાંગ બાળકોનો સાધન સહાય કેમ્પ યોજાયો

સમગ્ર શિક્ષા સુરત દ્વારા IED અંતર્ગત દિવ્યાંગ બાળકો માટેનાં સાધન સહાય કેમ્પનું આયોજન અત્રેનાં બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ ખાતે કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં ઓલપાડ અને ચોર્યાસી તાલુકાનાં કુલ 118 લાભાર્થી બાળકોને દિવ્યાંગતાની કેટેગરી મુજબ ટ્રાઇસીકલ, વ્હિલચેર, ક્રચિસ, કેલિપર્સ, એમ.આર.કીટ, સી.પી.ચેર, હીયરીંગ એડ્સ, બ્રેઈલ કીટ જેવાં વિવિધ પ્રકારનાં સાધનોનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.
વધુ માહિતી આપતાં બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલે જણાવ્યું હતું કે 6 થી 18 વર્ષનાં શાળામાં અભ્યાસ કરતાં હલન ચલન ખામી ધરાવતાં બાળકો (OH), માનસિક ક્ષતિ ધરાવતાં બાળકો (ID), સંપૂર્ણ અંધ બાળકો (TB), મૂકબધિર બાળકો (HI) તેમજ બહુ દિવ્યાંગતા ધરાવતાં બાળકો (MD) ને એલિમ્કો કંપની દ્વારા સાધન સહાય કરવામાં આવી છે જે સરાહનીય બાબત છે. આ પ્રસંગે દિવ્યાંગતાની કેટેગરી મુજબનાં ડોક્ટર્સની ટીમ ખડેપગે રહી હતી.
સદર કેમ્પમાં જિલ્લા આઇ.ઇ.ડી. કો-ઓર્ડિનેટર હરેશભાઈ ગલસર ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. કેમ્પમાં ભાગ લેનાર બાળકો અને વાલીઓને ચા-નાસ્તો તેમજ આવવા જવાનું ભાડું અને કચેરીથી આપવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા સ્પે.એજ્યુકેટર મિલન પટેલ અને બળવંત પટેલ તથા વિશિષ્ટ શિક્ષિકા નીતા પટેલ અને જીજ્ઞા પટેલે જહેમત ઉઠાવી હતી. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યુરોચિફ, દક્ષિણ ગુજરાત.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!