રાષ્ટ્રીય ભાવના સાથે જનચેતનાને જાગૃત કરે છે આઝાદીનો અમૃત મહોત્સવ

રાષ્ટ્રીય ભાવના સાથે જનચેતનાને જાગૃત કરે છે આઝાદીનો અમૃત મહોત્સવ
કેન્દ્રીય સંચાર બ્યુરો, ગોધરા દ્વારા પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાની શ્રીમતી એસ. આર. દવે કન્યા વિદ્યાલય વેજલપુર માં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. સ્વતંત્રતા સંગ્રામ વિશે જાણકારી આપી લોકોમાં રાષ્ટ્રભાવના નો સંચાર કરવાના ઉદ્દેશ સાથે આયોજિત થયેલા આ કાર્યક્રમમાં એક ભારત શ્રેષ્ઠ ભારત, સ્વચ્છ ભારત, બેટી બચાવો બેટી પઢાવ, પોષણ અને રસીકરણ જેવા અભિયાન દ્વારા જનજાગૃતિ લાવવાના પ્રયાસ કરવામાં આવ્યા.
કાર્યક્રમ અંતર્ગત કેન્દ્રીય સંચાર બ્યુરો ગોધરા દ્વારા ચિત્ર નિબંધ સ્પર્ધાઓ વિભાગના કલાકારો દ્વારા ભવાઈ કાર્યક્રમનું આયોજન કરી આઝાદી નો અમૃત મહોત્સવ અને સરકારશ્રીના એક ભારત શ્રેષ્ઠ ભારત કાર્યક્રમ દ્વારા જનચેતના લાવવામાં આવી હતી. આઝાદી નો અમૃત મહોત્સવ પર કહેતા કેન્દ્રીય સંચાર બ્યુરો, ગોધરાના અધિકારી શ્રી શાહે દેશમાં ઉજવાઈ રહેલા આઝાદીના અમૃત મહોત્સવ વિશે માહિતી આપી હતી.
કાર્યક્રમમાં આરોગ્ય વિભાગ કાલોલના આરોગ્ય અધિકારી શ્રી ડો. રેશ્માબેન તાસિયા, આઈ.સી.ડી.એસ. વિભાગ કાલોલ ના બાળ વિકાસ કાર્યક્રમ અધિકારી શ્રીમતી જ્યોતિબેન વાઘાણી તેમજ શ્રીમતી એસ. આર. દવે કન્યા વિદ્યાલય, વેજલપુર ના પ્રાચાર્ય શ્રીમતી હર્ષા પંચાલ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમના અંતે ઉપસ્થિત જન સમુદાયને સ્વચ્છતાના શપથ લેવડાવી કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો હતો.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યુરોચિફ, દક્ષિણ ગુજરાત.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300