અંકલેશ્વર ના પાનોલીની અક્ષરનિધિમાં આગ અને ગેસ ગળતરની ઘટનામાં સીટની રચના કરીને તપાસ કરવાની માંગ

અંકલેશ્વર ના પાનોલીની અક્ષરનિધિમાં આગ અને ગેસ ગળતરની ઘટનામાં સીટની રચના કરીને તપાસ કરવાની માંગ
Spread the love

અંકલેશ્વર ના પાનોલીની અક્ષરનિધિમાં આગ અને ગેસ ગળતરની ઘટનામાં સીટની રચના કરીને તપાસ કરવાની માંગ

=સંજાલી સહીત આસપાસ ના ગ્રામજનો એ મામલતદાર ને આવેદન પત્ર પાઠવ્યું

= કસૂરવાર ઉદ્યોગ માલિક અને અધિકારીઓ સામે ફોજદારી ગુનો નોંધવા આવેદનપત્ર પાઠવ્યું

=સંજાલી ગ્રામપંચાયત કચેરી ખાતે આગેવાનો એ પત્રકાર પરિષદ યોજી

અંકલેશ્વર ના પાનોલી ની રેઈસ ડીડ્સ ફાઉન્ડેશન તથા ઔદ્યોગિક વસાહતની આસપાસ આવેલા સાત ગામના રહીશો દ્વારા અક્ષરનિધિ માં ફાર્મા માં આગ અને ગેસ ગળતરની ઘટના બાદ ભારે રોષ જોવા મળ્યો હતો, અને મામલતદાર ને આવેદનપત્ર પાઠવીને તાત્કાલિક અસરથી નક્કર કાર્યવાહી કરવા અંગેની માંગ કરવામાં આવી હતી.આવેદન પત્ર પાઠવ્યા બાદ સંજાલી ગામની ગ્રામપંચાયત કચેરી ખાતે 6 ગામના આગેવાનો એ પત્રકાર પરિષદ યોજી કંપની સામે કાર્યવાહી કરવામાં અહીં આવે તો ઉગ્રઅંદોલન ની ચીમકી ઉચ્ચારી હતી

અંકલેશ્વર પ્રાંત અધકારીને પાઠવવામાં આવેલા આવેદનપત્ર જણાવ્યા અનુસાર તારીખ ૧૧/૦૧/૨૦૨૩ ના રોજ પાનોલી જી.આઇ.ડી.સી માં આવેલ કંપની અક્ષરનિધિ ફાર્મા કંપનીમાં લાગેલ આગ / ગેસ ગળતળની ઘટનામાં કલેક્ટર ના વડપણ હેઠળ સીટ ની રચના કરી તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. તથા સમગ્ર ઘટના માટે જવાબદાર કંપનીનાં માલિક અધિકારી ઓ સામે એફ.આર.આઇ. નોંધી કાયદેસર ફોજદારી કાર્યવાહી કરવામાં આવે. તેમજ જીપીસીબી ના બેદરકાર અધિકારીઓ ને તાત્કાલિક અસરથી હોદ્દા પરથી દૂર કરવાની માંગ સાથે અક્ષરનિધિ ફાર્મા કંપનીને ક્લોઝર નોટિસ આપી બંધ કરવા અંગેની રજૂઆત કરવામાં આવી હતી, તેમજ પાનોલી જી.આઇ.ડી.સી માં આવેલ તમામ કંપનીનો સર્વે કરવામાં આવે તથા ગંભીર પ્રકારનો ઝેરી ગેસ ઓકતી કંપનીઓ વિરુધ્ધ કાર્યવાહી કરી ક્લોઝર નોટિસ આપી બંધ કરાવવામાં માટે પણ આવેદનપત્રમાં માંગ કરવામાં આવી હતી.વધુમાં પાનોલી જી.આઇ.ડી.સી માં વિસ્તારના આજુબાજુમાં આવેલ ગામો જેવા કે પાનોલી, સંજાલી, આલુંજ, ઉમરવાડા, ખરોડ, ભાદી, ના લોકોની સલામતી જળવાય રહે અને ભવિષ્યમાં આવી કોઈ દુર્ઘટના ઘટે ત્યારે પુરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે તે માટે પુરતી વ્યવસ્થા તથા આ ઘટના થી અસરગ્રસ્ત લોકોને યોગ્ય વળતર ચૂકવવા માટે ની માંગ આવેદનપત્ર દ્વારા કરવામાં આવી હતી

છ ગામના પ્રતિનિધિઓ એ .આવેદન પત્ર પાઠવ્યા બાદ સંજાલી ગામ ની ગ્રામ પંચાયત કચેરી ખાતે પત્રકાર પરિષદ યોજાય હતી જેમાં સંજાલી ,પાનોલી ,આલુંજ ખરોડ અને ભાદી ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં ગ્રામજનો એ કંપની સામે તેમજ જીપીસીબી અને સંબંધીત અધિકારી ઓ સામે કાયદેસર ની કાર્યવાહી કરવાની માંગ કરી હતી ,તેમજ જો કસુરવારો સામે પગલાં લેવામાં અહીં આવે તો અહિંસક આંદોલન ની ચીમકી ઉચ્ચારી હતી.

રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યુરોચિફ, દક્ષિણ ગુજરાત.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!