કોયલાણા ઘેડના દિલિપભાઈ બોરખતરીયા દ્વારા ચક્ષુદાન નો સંકલ્પ કરવામાં આવ્યો

👁️ નેત્ર દાન મહાદાન 👁️
કોયલાણા ઘેડના દિલિપભાઈ બોરખતરીયા દ્વારા ચક્ષુદાન નો સંકલ્પ કરેલ છે
આજે તારીખ ૧૪/૧/૨૩ મકરસંક્રાંતિ એટલે દાન પુણ્ય નો ખુબ જ મહત્વ નો દિવસ.આજ ના આ પાવન દિવસે કોયલાણા ઘેડ, તા.માણાવદરના દિલીપ ભાઈ નારણભાઈ બોરખતરીયા ઉ. વર્ષ ૨૦ દ્વારા ચક્ષુદાનનો સંકલ્પ શિવમ્ ચક્ષુદાન સલાહ કેન્દ્ર આરેણાને અર્પણ કરેલ છે.
ભાઈ શ્રી દિલીપભાઈ બોરખતરીયા મેડિકલ લાઈન મા પોતે સેવારત છે અને અભ્યાસ પણ કરે છે સાથે સારા ચિત્રકાર છે. દિલિપભાઈ નો પરિવાર ખેતી સાથે જોડાયેલા છે.અને ગૌ માતા માટે અપાર પ્રેમ અને લાગણી ધરાવે છે.
દિલીપ ભાઈ મકરસંક્રાંતિ પર્વ નિમિતે મહાદાન નેત્રદાન ને સાર્થક કરતો સંકલ્પ કર્યો છે.દિલિપભાઈને માં ભગવતી અને ભગવાન આશુતોષ નિરોગી અને લાંબુ આયુષ્ય પ્રદાન કરે એવી પ્રાર્થના. આપ જીવનમાં ખૂબ જ પ્રગતિ કરો ને સદાય સેવા રત રહો એવી શિવમ્ ચક્ષુ દાન આરેણા પરિવાર દ્વારા ભગવાનના ચરણોમાં પ્રાર્થના છે.
આપના સદ વિચારને ખુબ ખુબ અભિનંદન ભાઈ સાથે તમારા પરિવાર ના સંસ્કાર ને વંદન 🙏🏼
રિપોર્ટ : અનિષ ગૌદાણા સાથે વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300