ગોધરાનો આ શિક્ષક ગરીબ ઘરના બાળકોને મફતમાં ટ્યુશન આપી તેમનું કરિયર બનાવી રહ્યો છે

ગોધરાનો આ શિક્ષક ગરીબ ઘરના બાળકોને મફતમાં ટ્યુશન આપી તેમનું કરિયર બનાવી રહ્યો છે, તેમની નીચે ભણેલા ગરીબ ઘરના બાળકો આજે મોટી મોટી કોલેજોમાં ભણે છે. આજે પોતાની માટે તો બધા જ લોકો કામ કરે છે પણ એવા લોકો ખુબજ ઓછા જોવા મળે છે કે જે બીજાની માટે કામ કરતા હોય, ત્યારે ગોધરામાં વર્ષોથી એક એવું કામ ચાલે છે કે જે હજારો બાળકના જીવન સુધારી રહ્યા છે. ગોધરાના બહારપૂરમાં છેલ્લા ઘણા વર્ષ્યોથી ગરીબ અને નિરાધાર બાળકોને ભણાવવાનું કામ કરવામાં આવે છે,. આ સંસ્થા છેલ્લા ઘણા વર્ષમાં ઘણા બાળકોનું જીવન સુધારી ચુકી છે.આજે અહીં ૧૬૦ થી પણ વધારે ગરીબ ઘરના બાળકો શિક્ષણ લઇ રહ્યા છે, અહીં કોઈપણ જાતની ફી લેવામાં નથી આવતી, મફતમાં બાળકોને અહીં શિક્ષણ આપવામાં આવે છે. અહીં ભણીને આજ સુધી ઘણા બાળકો આજે સારી સારી કોલેજમાં અભ્યાસ કરે છે. હવે તે સારી નોકરી લઈને પોતાના પરિવારનો સહારો બનશે.ઇમરાન નામના શિક્ષક આજે આ સમજ સેવાનું કામ કરે છે. તે સાંજના સમયે બાળકોને મફતમાં ટ્યુશન આપીને તેમનું જીવન સુધારવાનું કામ કરી રહ્યા છે. તેમની આ સેવાને દિલથી સલામ છે, તેમની નીચે ઘણા બાળકો ભણી ચુક્યા છે. અને ભણીને સારું મુકામ હાસિલ કરી ચુક્યા છે, આવી જ રીતો લોકો તેમને ખુબજ માન આપે છે. કારણ કે ગરીબ લોકો ચાહે તો પણ તે પોતાના બાળકોને નથી ભણાવી શકતા માટે તે આવા બાળકોને ભણાવે છે. જેનાથી તેમનું જીવન સુધરી જાય. આવી સેવાને દિલથી સલમા છે, તે કોઈપણ સ્વાર્થ વગર આજે ગરીબ ઘરના બાળકોને ભણાવી રહયા છે. તેમની આ સેવાને દિલથી સલામ છે.
રિપોર્ટ: ઈરફાન શેખ (પંચમહાલ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300