જોગણીયો માતાજીના મંદિરની સામે ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો

ઘાઘરેટ દૂધ સહકારી મંડળીની સ્થાપના ૧૯૭૨થઈ તેના ૫૦વર્ષ ૨૦૨૨ના રોજ પૂર્ણ થયેલ હોઇ સહકારી મંડળીના કાર્યકર્તાઓ સભાસદો પદાધિકારીશ્રીઓ અને સમગ્ર ઘાઘરેટ ગામ તરફથી નક્કી કર્યા મુજબ ૫૦ વર્ષ પૂર્ણ થયાની ઉજવણીના એક ભાગરૂપે સુવર્ણ જયંતી મહોત્સવ તારીખ ૧૫ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ સાંજે જોગણીયો માતાજીના મંદિરની સામે ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેમાં સભાના મુખ્ય મહેમાન અને સભાના અધ્યક્ષ શ્રી ગુજરાત સરકાર આરોગ્ય પરિવાર કલ્યાણ ના કેબિનેટ મંત્રી શ્રી માન. ઋષિભાઈ પટેલ સાહેબ તથા મહેસાણા દૂધ સાગર ડેરીના ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરી સાહેબ પધારેલા હતા. બંનેનો ડી.જે.સાથે એક વરઘોડો ઘાઘરેટગામના શ્રી મહેશભાઈ પ્રભુદાસ પટેલ ના ઘરેથી નીકળી વાજતે-ગાજતે ગામમમાં ફેરવીને તેઓ બંને મહેમાનોને પ્રસંગના સ્થળે ઘાઘરેટ ગામના સર્વે ભાઈ બહેનોએ નાચતે ગાજતે સ્ટેજ ઉપર લાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં આજુબાજુના ગામોની ડેરીના પ્રમુખ/ મંત્રીશ્રીઓ રાજકીય આગેવાનો તેમજ દૂધ ડેરીના કર્મચારીશ્રીઓ પદ અધિકારીશ્રીઓ ગામના પંચાયતના કારોબારી સભ્યશ્રીઓ, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી, સરપંચ શ્રી ઉપ સરપંચ શ્રી, ભારતીય કિસાન સંઘના પ્રમુખ શ્રી, ક્રેડિટ સોસાયટીના કારોબારી સભ્યો-
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300