ભૂરખીયા મુકામે સત્તાવનમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પનું થયેલ આયોજન

લાયન્સ કલબ ઓફ અમરેલી (સીટી) દ્વારા ભૂરખીયા મુકામે સત્તાવનમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પનું થયેલ આયોજન
દામનગર લાયન્સ કલબ ઓફ અમરેલી (સીટી) દ્વારા ભૂરખીયા હનુમાનજી મંદિર મુકામે સત્તાવનમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પનું થયેલ આયોજન
લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના સાઈટ ફર્સ્ટ પ્રોજેક્ટ હેઠળ લાયન્સ કલબ ઓફ અમરેલી (સીટી), શ્રી ભૂરખિયા હનુમાનજી ટ્રસ્ટ તથા શ્રી ભુરખીયા ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે તેમજ સુદર્શન નેત્રાલયના સહયોગથી ૫૭મો વિનામૂલ્યે નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર મુકામે તા. ૧૮-૦૧-૨૦૨૩ ને બુધવારે ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું. નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પનું દીપપ્રાગટ્ય ભુરખીયા હનુમાનજી મંદિરના સંચાલકશ્રી ગોપાલભાઈ ચુડાસમા દ્વારા કરવામાં આવેલ અને તેઓએ વધુમાં વધુ દર્દીઓએ લાભ લેવા અપીલ અને કેમ્પની સફળતા માટે શુભેચ્છોઓ પાઠવેલ હતી.
આ કેમ્પમાં આંખના રોગોથી પીડાતા દર્દીનારાયણ માટે તમામ રોગોની તપાસ આંખના નિષ્ણાત ડોક્ટર દ્વારા કરવામાં આવેલ હતી. તેમજ જરૂરિયાતમંદ દર્દીઓને મોતિયાના ટાંકા વગરના ઓપરેશન કરી નેત્રમણી આરોપણ કરી આપવામાં આવેલ હતા. તેમજ નેત્ર જાળવણી અને જાગૃતિ અંગેની ૬,૦૦૦ પત્રિકાનું આજુબાજુના ગામડામાં વિતરણ કરવામાં આવેલ હતું.
આ કેમ્પમાં ૯૨ દર્દીઓએ લાભ લીધો હતો અને ૨૮ દર્દીઓને અમરેલી સુદર્શન નેત્રાલયમાં લાવી નેત્રમણી આરોપણ કરવામાં આવેલ હતું. દરેક દર્દીઓના બ્લડ પ્રેશર તેમજ બ્લડ સુગર ચકાસવામાં આવેલ હતા. જરૂરિયાતમંદ વ્યક્તિઓના આંખના દુર અને નજીકના નંબર ચેક કરી રાહતદરે ચશ્મા વિતરણ પણ કરવામાં આવેલ હતું. લાયન્સ કલબ ઓફ અમરેલી (સીટી), તેમજ સુદર્શન નેત્રાલયના સહયોગથી નિયમિત રીતે દર મહિનાના ત્રીજા બુધવારે ભૂરખીયા હનુમાનજી મંદિરમાં નેત્રમણી નિદાન અને સારવાર કેમ્પનું આયોજન થાય છે.
આ કેમ્પને સફળ બનાવવા માટે લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) તરફથી પ્રમુખ લાયન ભુપતભાઇ ભુવા, લાયન પ્રા. એમ. એમ.પટેલ, લાયન વિનોદભાઈ આદ્રોજા, લાયન રુજુલભાઈ ગોંડલીયા તેમજ સુદર્શન નેત્રાલય તરફથી ડૉ. રિધ્ધીબેન લાખાણી, કિર્તીભાઈ ભટ્ટ, નિલેશભાઈ ભીલ, હિંમતભાઈ કાછડીયા અને તેમની ટીમ તેમજ ભુરખીયા હનુમાનજી મંદિરના સંચાલકશ્રી ગોપાલભાઈ ચુડાસમા અને દેવજીભાઈ સિંધવ તેમજ ટ્રસ્ટીશ્રી અમરશીભાઈ પરમાર, શ્રી મનીષભાઈ નિમાવત, શ્રી જીતેન્દ્રભાઈ નિમાવત વગેરે દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ હતી તેમ લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી)ના પી. આર. ઓ. લાયન એમ. એમ. પટેલ જણાવે છે.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300