અંધ કન્યા પ્રકાશ ગૃહ મેમનગર દ્વારા ગાયત્રી વિધિ થી સમૂહ લગ્નોત્સવ યોજાયો

અંધ કન્યા પ્રકાશ ગૃહ મેમનગર દ્વારા ગાયત્રી વિધિ થી સમૂહ લગ્નોત્સવ યોજાયો
અમદાવાદ અંધ કન્યા પ્રકાશ ગૃહ મેમનગર ખાતે તા.૧૬-૧-૨૦૨૩ ના રોજ સવારે ૯-૦૦ કલાકે ૫ કન્યાઓનો સમૂહ લગ્નોત્સવ સમાજના સહયોગથી યોજવામાં આવ્યો હતો જેમાં લગ્ન વિધિ ગાયત્રી પરિવાર અમદાવાદના સહયોગથી કરાવવામાં આવી હતી અને દાતાઓના સહયોગથી દરેક કન્યાને દાગીના,ધરેણા,કપડાં,પોષાક, રાચરચીલું વિગેરે કરિયાવર લગભગ બે લાખથી વધુનું આપવામાં આવ્યું હતું. ૫ કન્યા પૈકી ૧ મુસ્લિમ કન્યા અને ૪ કન્યા હિન્દુ કન્યાનાઓના લગ્નમાં વરપક્ષ- કન્યા પક્ષના સંબંધીઓ, સમાજમાંથી દાતાઓ,સંસ્થાના ટ્રસ્ટીઓ,કાર્યકર્તાઓ,ગાયત્રી પરિવારના પરિજનો,મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300