કુકાવાવ ગ્રામ પંચાયત નો સંભાળ્યા ને આજે એક વર્ષ પૂર્ણ થતા કેક કાપી ઉજવણી કરાય

કુકાવાવ ગ્રામ પંચાયત નો સંભાળ્યા ને આજે એક વર્ષ પૂર્ણ થતા કેક કાપી ઉજવણી કરાય
Spread the love

કુકાવાવ ગ્રામ પંચાયત નો સંભાળ્યા ને આજે એક વર્ષ પૂર્ણ થતા કેક કાપી ઉજવણી કરાય

ગ્રામજનોએ મારા પર મુકેલા વિશ્વાસ ને એળે નહીં જવા દઈશ એવી સરપંચ શ્રી સંજયભાઈ લાખાણી ની ખાત્રી

કુકાવાવ ગ્રામ પંચાયત નો સંભાળ્ નેયા આજે એક વર્ષ પૂર્ણ થતા સરપંચ સંજયભાઈ લાખાણી (નિવૃત ફોજી) તેમજ ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા કેક કાપી કાંઈક અલગજ ઉજવણી કરવામાં આવી હતી

કુકાવાવ મોટીના સરપંચ શ્રી સંજયભાઈ લાખાણી એ વિશેષમાં જણાવ્યું હતું કે લોકોની સેવા કરવાની તક મને જ્યારે જ્યારે મળે છે ત્યારે એતક ઝડપી લોકોના આશીર્વાદ હું મેળવું છું

અમરેલી જિલ્લાના કુંકાવાવ મોટી ગ્રામ પંચાયત ના નિવૃત ફૌજી સંજયભાઈ લાખાણી (સરપંચ) સહિત ની ટીમ દ્વારા એક વર્ષ પૂર્ણ થતાં ગ્રામ પંચાયત ના સભ્યો તેમજ ગામ ના અગ્રણી આગેવાનો એ સાથે મળીને વિકાસ ના કામો ની ખુબજ અગત્યની ચર્ચા કરી ઘણા બધા વિકાસ ના કામો થયા છે અને હજુ વિકાસ ના કામો ને કેમ આગળ વેગ મળે એવા પ્રયત્નો કરવા માટે સાથે મળીને ખુબજ વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી

સંજયભાઈ લાખાણી કે જેઓ ખુબજ નિસ્વાર્થ સેવાકીય પ્રવૃતિઓ કરતા તમામ ધાર્મિક અને સામાજિક સંગઠનો સાથે જોડાય અનેક નિસ્વાર્થ સેવાકીય કાર્યો કરી રહયા છે

સંજયભાઈ લાખાણી દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું હતું કે મારા ગામના લોકોને સરકારી લાભો માટે અહીં તહી જવું પડે છે તેને બદલે હું તમામ સરકારી લાભો મારા ગામની કચેરી માથીજ મળી રહે તેવા તમામ પ્રયત્નો મારા તરફથી રહેશે મેં માત્ર ઠાલા વચનો નથી આપ્યા હું માત્ર લોકો ના કામમાં જ ધ્યાન આપીશ અને મારા ગ્રામજનો ની કોઈપણ સમસ્યાઓનો તાત્કાલિક જ ઉકેલ લાવવા હર હમ્મેશ તત્પર રહીશ

કુંકાવાવ મોટી ના ખુબજ નિસ્વાર્થ સેવાભાવી વ્યક્તિ તરીકે જેમનું નામ ખુબજ દૂર દૂર સુધી લેવામાં આવતું હોય છે એવા નિવૃત ફોજી અને સરપંચ શ્રી સંજયભાઈ લાખાણી વિશે આ વિસ્તારના અન્ય સમાજના આગેવાનો પાસે જાણવાનો પ્રયત્ન કરતાં જાણવા મળ્યું હતું કે શ્રી સંજયભાઈ લાખાણી કે જેવો સરપંચ તરીકે એક નીડર,નિષ્પક્ષ અને બાહોશ પ્રતિભાશાળી વ્યક્તિ પણ છે સંજયભાઈ લાખાણીનો હસમુખો ચહેરો, સૌમ્ય સ્વભાવ,અને પારદર્શક જીવન જીવવાની કળા તેમજ કોઈપણ ભેદભાવ શિવાય તમામ સમાજોને સાથે લઈ ચાલનારા આવિસ્તારના એક ખુબજ સારા વ્યક્તિ છે, જેનો લાભ આપણા ગામને મળશે, અને તેઓ આપણા ગામના વિકાસ માટે રાત-દિવસ જોયા વગર ખડે-પગે કામ કરશે તેઓ અમને સંપૂર્ણ વિશ્વાસ છે, એટલે તેમને જ અમારા વિસ્તારના સરપંચ તરીકે વિજય અપાવ્યો છે

એક વર્ષ પૂર્ણ થતાં આજના આ પ્રસંગ નિમિતે સરપંચ શ્રી સંજય ભાઈ લાખાણી (નિવૃત ફૌજી) તાલુકા ભાજપ પ્રમુખ ગોપાલ ભાઈ અંટાળા મિલન ભાઈ કટારીયા (તલાટી કમ મંત્રી )ઉપ સરપંચ દેવેન્દ્ર ભાઈ ચોવટીયા પ્રિતેશ ભાઈ ડોબરીયા. વિપુલ ભાઈ દુધાત. જેન્તી ભાઈ સોજીત્રા. મનસુખ ભાઈ બાબરીયા.સામંત ભાઈ ધાધલ. મનસુખ ભાઈ લુહાર. દીપક ભાઈ ડુંમાનીયા. પરસોતમ ભાઈ આસોદરીયા.કમલેશ ચૌહાણ. દલસુખ ભાઈ દુધાત. રાજેશ ભાઈ દેસાઈ કિશોર ભાઈ દેસાઈ. જેન્તી ભાઈ ગેવરિયા. પ્રવીણ ભાઈ જાપડા મયુર ભાઈ સાનિયા. સંજય ભાઈ ગલથીયા. રાજુ ભાઈ દુહિરા. કમલેશ લાખાણી અલ્પેશ ઠુમર. રોહિત ધારેયા.મિલન લાખાણી. અને ગ્રામ પંચાયત સ્ટાફ હાજર રહ્યા આ મુદ્દે સ્વચ્છતા તેમજ ગ્રામ પંચાયત માટે હેલ્પલાઇન નંબર સ્થાપિત કરી ગ્રામ જનોને ઘરે બેઠા સુવિધા મળતી રહે તેવા પ્રયાસ કરી એકતા નો સંદેશો અપાયો

આજના કાર્યક્રમમાં સહભાગી બનેલ તમામ ગ્રામ પંચાયતના સદસ્યો તેમજ અગ્રણી આગેવાનો નો આભાર માનતા સરપંચ શ્રી સંજયભાઈ લાખાણી

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

IMG-20230120-WA0007.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!